Chief Ministers : રંગાસ્વામી પુડુચેરીના, સ્ટેલિન તમિળનાડુના CM બન્યા

એઆઇએનઆરસીના નેતા એન. રંગાસ્વામીએ અત્રે રાજ નિવાસ ખાતે શુક્રવારે એક સાદગીભર્યા સમારોહમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. લેફ્ટ. ગવર્નર તામિલિસાઇ સુંદરરાજને તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેઓ ભાજપ સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવશે. રંગાસ્વામીએ તમિળમાં શપથગ્રહણ કર્યા હતા. અન્ય પ્રધાનો ટૂંક સમયમાં શપથગ્રહણ કરશે. દક્ષિણ ભારતના માત્ર કર્ણાટક રાજ્યમાં ભાજપની સરકાર છે.
હવે પુડુચેરીના કેન્દ્રશાસિત પ્રદેશની કેબિનેટમાં સ્થાન પામીને ભાજપને દક્ષિણના અન્ય રાજ્યમાં પગપેસારો કરવાની તક મળશે. જોકે, તમિળનાડુમાં પણ ભાજપે સારો દેખાવ કર્યો હતો. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં દ્રાવિડોના હૃદયસમાન ગણાતા વિસ્તારોમાં ભાજપે ચાર બેઠક જીતી હતી.
સ્ટેલિન બન્યા તમિળનાડુના સીએમ
વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ઝળહળતો વિજય અપાવનાર દ્રાવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિ સ્ટેલિને શુક્રવારે તમિળનાડુના મુખ્ય પ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા.
ચેન્નઇમાં રાજભવન ખાતે રાજ્યના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક સાદગીભર્યા સમારંભમાં ૬૮ વર્ષીય સ્ટેલિનને મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
સફેદ રંગના શર્ટ અને ધોતીમાં સજ્જ સ્ટેલિને રાજ્યપાલ પુરોહિતને તેમની કેબિનેટની ઓળખ પણ કરાવી હતી. સ્ટેલિનના પત્ની દુર્ગા અને ટ્રિપ્લિકેન-ચેપોક મતદારક્ષેત્રમાંથી વિજયી થનાર તેમના પુત્ર ઉધયાનિધિએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.ડીએમકેના સાથીદાર પક્ષ કૉંગ્રેસના પી. ચિદમ્બરમ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રાવિડ મુનેત્ર કઝગમના ટોચના નેતા ઓ. પનિરસેલ્વમ, એમડીએમકેના વડા વૈકો અને રાજ્યના ટોચના અધિકારીઓએ આ શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
