CIA ALERT

Gujarat Latest Corona News : 4021 New Cases

Share On :

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વિસ્ફોટક બની રહ્યો છે તેમજ વિવિધ જિલ્લાઓમાં સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગની સ્થિતિ છે. તેવામાં On Date 8/4/21 સૌથી વધુ 4021 કોરોના કેસ સાથે 35 વ્યક્તિનાં મૃત્યુ થતાં સરકારની ચિંતામાં ઔર વધારો થયો છે. તો બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યનો રિકવરી રેટ On Date 8/4/21 પણ ઘટયો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાની સારવાર માટે કુલ 12 હજારથી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે આજે રાજકોટમાં 31 અને જામનગરમાં 14 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરાયું નથી.

On Date 8/4/21 રાજ્યમાં કુલ 20473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 દર્દી વેન્ટિલેટર પર છે અને 2021 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 307346 લોકોને ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યું છે તેમજ અત્યાર સુધીમાં 4655 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં આજે On Date 8/4/21 સુરત કોર્પો.માં 14, અમદાવાદ કોર્પો.માં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પો.માં 2 અને વડોદરા કોર્પો. 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1, મહેસાણામાં 1 અને વડોદરામાં 1 થઇને કુલ 35 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

આજે On Date 8/4/21 નોંધાયેલા કોવિડના કેસનો આંક જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 951, સુરત કોર્પો.માં 723, રાજકોટ કોર્પો.માં 427, વડોદરા કોર્પો.માં 379, સુરતમાં 237, વડોદરામાં 111, જામનગર કોર્પોરેશનમાં 104, જામનગરમાં 99, પાટણમાં 99, રાજકોટમાં 93, ભાવનગર કોર્પો.માં 61, મહેસાણામાં 74, કચ્છમાં 41, ગાંધીનગર કોર્પો.માં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, મહીસાગર 38, મોરબીમાં 37, ખેડામાં 29, પંચમહાલમાં 29, બનાસકાંઠામાં 27, અમદાવાદમાં 26, ભરૂચ 26, દાહોદમાં 26, અમરેલીમાં 24, ભાવનગરમાં 23, સાબરકાંઠામાં 22, નર્મદામાં 21, આણંદ 20, વલસાડમાં 20, નવસારીમાં 17, સુરેન્દ્રનગરમાં 15, દેવભૂમિ દ્વારકામાં 11, ગીર સોમનાથમાં 11, ડાંગમાં 9, તાપીમાં 9, અરવલ્લીમાં 8, બોટાદમાં 8, છોટાઉદેપુરમાં 8 અને પોરબંદરમાં 4 થઈને કુલ 4021 જેટલા કેસ નોંધાયા હતા.

On Date 8/4/21 અમદાવાદ કોર્પોરેશનમાં 470, સુરત કોર્પો.માં 598, રાજકોટ કોર્પો.માં 201, વડોદરા કોર્પો.માં 158, સુરતમાં 73, વડોદરામાં 64, જામનગર કોર્પોરેશનમાં 40, જામનગરમાં 6, પાટણમાં 9, રાજકોટમાં 71, ભાવનગર કોર્પો.માં 28, મહેસાણામાં 22, કચ્છમાં 22, ગાંધીનગર કોર્પો.માં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 9, મહીસાગર 18, મોરબીમાં 28, ખેડામાં 33, પંચમહાલમાં 26, બનાસકાંઠામાં 21, અમદાવાદમાં 20, ભરૂચ 18, દાહોદમાં 10, અમરેલીમાં 11, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 17, નર્મદામાં 21, આણંદ 49, વલસાડમાં 14, નવસારીમાં 14, સુરેન્દ્રનગરમાં 17, દેવભૂમિ દ્વારકામાં 0, ગીર સોમનાથમાં 0, ડાંગમાં 10, તાપીમાં 5, અરવલ્લીમાં 7, બોટાદમાં 0, છોટાઉદેપુરમાં 10, અને પોરબંદરમાં 0 થઇને કુલ કુલ 2197 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે.

અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિનું બીજા ડોઝનુ રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.’

Reported on 8/4/21

નવા 3575 સાથે કુલ કેસ 3.25 લાખ Cases

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં રોજે રોજ કોરોનાના દર્દીઓમાં તથા મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં 7/4/21 રેકોર્ડબ્રેક 3575 કોરોના કેસ સાથે 22 વ્યક્તિઓના મૃત્યુ થતા નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ 2217 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને મહાત આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.90 ટકાએ પહોંચ્યો હતો તેમજ 7/4/21 રાજ્યમાં 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દી છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 3,05,149 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4620 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં થયેલા મૃત્યુ પૈકી સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વડોદરામાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

7/4/21 નોંધાયેલા કોવિડના કેસ અને ડીસ્ચાર્જનો આંક જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 804 (ડીસ્ચાર્જ 439), સુરતમાં 621 (593), વડોદરા કોર્પો.માં 351 (168), સુરત-198 (162), પાટણમાં 111 (23), વડોદરામાં 106 (5), મહેસાણાં 66 (27), ગાંધીનગર કોર્પો.માં 40 (18), કચ્છમાં 38 (19), મહીસાગરમાં 37 (77), પંચમહાલમાં 33 (40), ખેડામાં 32 (31), દાહોદમાં 29 (11), બનાસકાંઠામાં 26 (0), ભરૂચમાં 22 (17), અમદાવાદમાં 19 (13), આણંદ 19 (0),નર્મદામાં 19 (26), સાબરકાંઠામાં 19 (17), વલસાડમાં 19 (13), નવસારીમાં 15 (3), તાપી 5 (9), અરવલ્લીમાં 3 (0), છોટાઉદેપુરમાં 3 (4), ડાંગમાં 3 (0) તેમજ સૌરાષ્ટ્રના 925 થઇને કુલ 3575 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના 925 કેસમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 મળીને જિલ્લામાં નવા 490 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 28958 થયો હતો. જેમાંથી વધુ 213 દરદી સાજા થયા હતા. તો બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં 22 અને બે ખાનગી હોસ્પિટલમાં 1-1 મળીને જિલ્લામાં વધુ 24 દરદીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અત્યારે શહેરના 1863 અને ગ્રામ્યના 336 મળીને કુલ 2199 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે જિલ્લાના ભાયાવદરમાં 20થી વધુ કેસ નોંધાતા નગરપાલિકા પ્રમુખે એક બેઠક બોલાવીને પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે વિંછીયા શહેરમાં 9 તેમજ તાલુકાના જનડામાં 1, પીપરડી આલા ખાચરમાં 6 કેસ નોંધાયા હતા.

જામનગર જિલ્લમાં નવા 202 કેસ નોંધાયા હતા અને 84 દરદી સાજા થયા હતા. બીજી તરફ 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 28 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1189 થયો હતો. જો કે, આ અંગે તંત્રએ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ભાવનગર જિલ્લામાં આજે નવા 90 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 7433 થયો હતો. જેમાંથી 41 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 528 એક્ટિવ કેસ છે. બીજી તરફ શહેરમાં એક અને વલ્લભીપુર શહેરમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે તળાજાની ગર્લ્સ સ્કૂલના ત્રણ શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે અને શાળા સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મોરબી જિલ્લામાં નવા 31 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3816 થયો હતો. જેમાંથી વધુ 14 દરદી સાજા થતા હવે 278 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને ઈન્ચાર્જ ડી.ડી.ઓ. ડી.ડી.જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં 20 કેસ અને 33 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 11 કેસ અને 16 ડિસ્ચાર્જ, દ્વારકામાં 14 કેસ અને 8 તેમજ બોટાદમાં 9 કેસ અને 3 ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે ગીર સોમનાથમાં 13 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા અને એકેય ડિસ્ચાર્જ થયો નહોતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :