નાની બચત/PPF નાં વ્યાજદરોમાં ઘટાડો ગણતરીના કલાકોમાં પરત ખેંચી લેવાયો
Jayesh Brahmbhatt 98253 44944
કેન્દ્ર સરકારે તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં અડધાથી એક ટકાનો ઘટાડો કરવાની કરેલી જાહેરાતને ગણતરીના કલાકોમાં જ પરત ખેંચીને અગાઉના વ્યાજના દર યથાવત રાખવામાં આવશે એવી જાહેરાત કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ની સવારે ૭.૫૪ મિનિટે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે નાની બચતની યોજનાઓ પર વ્યાજના દરો માર્ચ ૨૦૨૧ની અસરથી (એટલે કે જુના દર અનુુુુુસાર) ચાલુ રહેશે.
વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં નાનાબચતકારોમાં ભારે અસંતોષ વ્યાપી ઉઠ્યો હતો. કોરોના કાળમાં આમેય રોજગાર પર અસર પડી છે ત્યારે નાનીબચત યોજનાઓના વ્યાજદર ઘટવાની જાહેરાતે સમગ્ર દેશમાં કચવાટ ફેલાવી દીધો હતો. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે તો આ એકમાત્ર આવકનું સાધન ગણાય છે. દેશમાં વ્યાપેલા રોષને પગલે કેન્દ્ર સરકારે રાતોરાત પોતાનો નિર્ણય ફેરવવો પડ્યો હોવાનું જણાય આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે Tweet કરીને જાણકારી આપી
હાલમાં આ દરો અનુસાર વ્યાજની ગણતરી કરવામાં આવે છે
Interest rates on small savings schemes | ||
Instruments | Rates | Compounding frequency |
Savings deposit | 4.00% | Annually |
1-year | 5.50% | Quarterly |
2-year | 5.50% | Quarterly |
3-year | 5.50% | Quarterly |
5-year | 6.70% | Quarterly |
5-year Recurring Deposit | 5.80% | Quarterly |
Senior Citizens Saving Scheme | 7.40% | Quarterly and paid |
Monthly income account | 6.60% | Monthly and paid |
National Savings Certificate | 6.80% | Annually |
PPF | 7.10% | Annually |
Kisan Vikas Patra | 6.90% | Annually |
Sukanya Samriddhi Account Scheme | 7.60% | Annually |
આ પહેલા તા.૩૧-૩-૨૧ ની સાંજે સરકારે આ પ્રમાણે સ્મોલ સેવીંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી
નિશ્ચિત આવક આપતી તમામ નાની બચત સ્કિમોના વ્યાજદર મોરચે પણ જબરજસ્ત ફટકો સરકારે માર્યો છે. ઘટતા જતા વ્યાજદરની નીતિ સરકારે ચાલુ રાખતા નાણાકીય વર્ષના અંતિમ દિવસે વ્યાજદરમાં તોતીંગ ઘટાડો કર્યો છે. વ્યાજની આવક પર જીવતા અને કોરોનાકાળમાં વ્યાજથી થોડી ઘણી કમાણી કરતા લોકોને મોટી ખોટ હવે જશે. કારણકે અર્ધાથી એક ટકા સુધીનો ઘટાડો એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે કરવામાં આવ્યો છે.
હવે વ્યાજદર ઘટાડો લાગૂ નહીં પડે
પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વગેરે તમામના વ્યાજદર ઘટી ગયા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર 6.4 ટકા ત્રણ માસ માટે કરી દેવામાં આવ્યા છે. જે 7.1 ટકા અત્યાર સુધી હતા.
સેવિંગ્સ ડિપોઝીટનું વાર્ષિક વ્યાજ હવે4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરાયું છે. એક વર્ષની ટાઇમ ડિપોઝીટના દર5.5થી ઘટાડીને 4.4 ટકા, બે વર્ષના 5.5માંથી 5 ટકા, ત્રણ વર્ષના 5.5માંથી 5.1 ટકા અને પાંચ વર્ષની ટાઇમ ડિપોઝીટના દર 6.7માંથી 5.8 ટકા કરી નાંખવામાં આવ્યા છે. પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝીટ સ્કિમના દર 5.8 ટકામાંથી 5.3 ટકા કરી નાંખવામાં આવ્યા છે. સિનીયર સિટીઝનને થતી આવકને સરકારે મોટો ફટકો માર્યો છે.

મોટાંભાગના સિનીયર સિટીઝન જે સ્કીમમાં પૈસા રોકે છે તે સેવિંગ સ્કિમમાં 7.4 ટકાનો દર હતો તે સીધો 6.5 ટકા કરી નાંખવામાં આવ્યો છે.
માસિક આવક યોજનાનું વ્યાજ હવે 5.7 ટકા મળશે. જે અગાઉ 6.6 ટકા હતુ. નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ પર 6.8 ટકા વ્યાજ મળતું હતુ તે હવે ફક્ત 5.9 ટકા મળશે. સુકન્યા સમૃધ્ધિ યોજનામાં હવે 6.9 ટકા વ્યાજ મળશે. જે અત્યાર સુધી 7.6 ટકા મળતું હતુ. જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. કિસાન વિકાસપત્ર પર 6.9ને બદલે 6.2 ટકા વ્યાજદર મળશે. આમ 124 મહિને પાકતું સર્ટિફિકેટ હવે 138 મહિને પાકશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
