CIA ALERT

રક્ષાબંધન – પરસ્પર લાગણી અને રક્ષાનો તહેવાર

Share On :

ભારત દેશ પોતાની સંસ્કૃતિ તેમ જ અહીં ઊજવવામાં આવતા તહેવારો માટે જગતભરમાં પ્રખ્યાત છે.

rakhi

જોકે ભારતના બધા તહેવારોને આખી દુનિયાના લોકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવે છે, પરંતુ બહુ ઓછા લોકો એવા છે જેઓ આ તહેવાર ઊજવવા પાછળનાં રહસ્યો અથવા એની અંદર છુપાયેલા ગુહ્ય જ્ઞાન વિશે જાણતા હોય. શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના દિવસે ઊજવાતો રક્ષાબંધનનો તહેવાર એવો જ એક વિશિક્ટ તહેવાર છે જે યુગોથી ઊજવાય તો છે, પરંતુ એની પાછળ છુપાયેલા આધ્યાત્મિક રહસ્યને કોઈ નથી જાણતું. એ પહેલાં કે આપણે રક્ષાના આ મહાપવર્માં છુપાયેલા રહસ્ય વિશે સમજીએ, આપણા માટે એ જાણવું અતિઆવશ્યક છે કે મનુષ્યનું બધા પ્રકારે રક્ષણ કઈ રીતે અને કોના દ્વારા થઈ શકે છે અને બહેનો પોતાના ભાઈઓ તરફથી કયા પ્રકારનું રક્ષણ ઇચ્છે છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોવા જઈએ તો હાલમાં દરેક મનુષ્ય પાંચ પ્રકારની રક્ષા ઇચ્છે છે – તનની રક્ષા, ધર્મની રક્ષા, સતીત્વ અથવા પવિત્રતાની રક્ષા, કાલથી રક્ષા અને સાંસારિક આપત્તિઓ તેમ જ માયાનાં વિઘ્નોથી રક્ષા. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે શું કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યોની આ પાંચ પ્રકારે રક્ષા કરવા માટે સક્ષમ છે?

આપણે સૌ પોતાના તનની રક્ષા માટે આખી જિંદગી કંઈકેટલાય પ્રયત્નો કર્યા કરીએ છીએ, પરંતુ એમ છતાં અંતમાં આપણામાંથી કોઈ પણ મૃત્યુને હાથતાળી નથી આપી શકતો. એવી જ રીતે ઇતિહાસકારો મુજબ પ્રાચીનકાળમાં બહેનો તેમના ભાઈઓને એટલા માટે રાખડી બાંધતી હતી કે જો ક્યારેય સામા પક્ષનો દુશ્મન તેમના સતીત્વ પર આક્રમણ કરે તો ભાઈ તેમની રક્ષા કરે, પરંતુ આપણે સૌ એ જાણીએ છીએ કે મનુષ્ય કંઈ સવર્સતમર્થ તો છે નહીં અને આપણે સૌ આ હકીકતને પણ જાણીએ છીએ કે કેટલીયે બહેનો-માતાઓની લાજ ભૂતકાળમાં લડાયેલાં અસંખ્ય યુદ્ધોમાં લૂંટાઈ હશે માટે જ આપણે એ જાણવું અને સમજવું પડશે કે દુક્ટોથી પોતાની લાજની રક્ષા વાસ્તવમાં એકમાત્ર સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા જ કરી શકે છે, ન કે કોઈ દેહધારી. માટે જ તો આ કથા ખૂબ જાણીતી છે કે કૌરવસભામાં જ્યારે દ્રૌપદીનું વjાહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ પરમાત્માને જ તો મદદ માટે પોકાર્યા હતા, કારણ કે એ ઘડીએ તેના સતીત્વનું  રક્ષણ કોઈ પણ મિત્ર કે સંબંધી કરી નહોતા શક્યા. એટલા માટે જ તો આવી આપત્તિના સમયે લોકો પરમાત્માને પોકારીને કહેતા હોય છે કે ‘હે પ્રભુ, મારી લાજ રાખો. અમારા ધર્મની રક્ષા કરો ભગવાન.’

આ એક જાણીતી હકીકત છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. અર્થાત મનુષ્ય કાલને આધીન છે. એ સમજવા માટે સિકંદરનું ઉદાહરણ સવર્શ્રેતષ્ઠ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે તેણે અનેક સૈનિકોને માર્યા હતા, પરંતુ તે પોતાની જાતને કાળથી બચાવી નહોતો શક્યો. માટે એક વાત તો નિશ્ચિત છે કે કાળના પંજામાંથી જો કોઈ આપણને બચાવી શકે તો એ એકમાત્ર પરમાત્મા જ છે જેમને કાલોં કા કાલ મહાકાલ, અમરનાથ, મહાકાલેશ્વર અથવા તો પ્રાણનાથ પણ કહેવામાં આવે છે. એટલા માટે તો મનુષ્યો મહામૃત્યુંજયનો પાઠ કરે છે. અર્થાત પરમાત્માના શરણમાં જવાની કામના કરે છે. એવી જ રીતે માયાનાં વિઘ્નો તેમ જ સાંસારિક આપત્તિઓથી પણ એક પરમાત્મા જ આપણને છોડાવે છે, ત્યારે જ તો તેમને સંકટમોચન, દુખભંજન અને સુખદાતા કહેવામાં આવે છે. હવે જો પરમાત્મા જ બધાની પાંચ પ્રકારે રક્ષા કરે છે તો પછી બહેનો ભાઈઓને રાખડી શા માટે બાંધે છે? અથવા બ્રાહ્મણ પણ રક્ષાસૂત્ર શા માટે બાંધે છે? આને સમજવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે આ તહેવારને વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ પણ કહેવામાં આવે છે. આ નામો થકી એ સિદ્ધ થાય છે કે આ બંધન વિષય-વિકારને છોડીને પુણ્ય આત્મા બનવા માટેનું બંધન છે. અત: રક્ષાબંધન પવિત્રતા અથવા ધર્મની રક્ષા કરવા માટેનું બંધન છે. આ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બહેન અને ભાઈનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. બહેનો દ્વારા ભાઈઓને બંધન બાંધવાનો અર્થ પણ એ જ હોય છે કે ભાઈઓ પ્રતિજ્ઞા કરે કે તે પવિત્રતાને ધારણ કરશે અને પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને કૃતિને પવિત્ર બનાવશે. બ્રાહ્મણો દ્વારા બાંધવામાં આવતા રક્ષાસૂત્ર પાછળનો હેતુ પણ એ જ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પરંતુ યુગપરિવર્તનની સાથે આપણી માન્યતાઓ અને પરંપરાઓ પણ બદલાઈ છે જેના પરિણામસ્વરૂપે આજે ન તો બહેન એ માનસ સાથે રાખડી બાંધે છે અને ન બ્રાહ્મણ. કમનસીબે આજે મનુષ્ય આ અધ્યાત્મિક રહસ્યોને ભૂલી ગયો છે અને માટે તે આ મહાન પવર્ને  એક રીતિરિવાજ તરીકે માને છે અને ઔપચારિકતા ખાતર એને ઊજવે છે અને માટે જ આજે આ પર્વ વિષ તોડક પર્વ અથવા પુણ્ય પ્રદાયક પર્વ નથી રહ્યો અને વ્યક્તિ તેમ જ સમાજને પણ આની ઉજવણી દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ એ પણ નથી થઈ રહી. વાચકમિત્રો, વર્તમાન સમયની માગ એ જ છે કે આપણે સૌ રક્ષાબંધનના આ મહાપવર્નેણ મૂલ્યઆધારિત બનાવીને એને નવું ગૌરવ પ્રદાન કરીએ જેથી આપણા ભવિષ્યની પેઢીઓ આ તહેવાર દ્વારા કંઈક નવું શીખે અને પોતાના જીવનને મૂલ્યવાન બનાવે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :