ગુજરાતમાં ઇંગ્લિશ મિડીયમ સ્કુલોનો ઇજારો ધંધાદારીઓને સોંપી દેવાયો છે
ધો.12 પછી વ્યવસાયલક્ષી પ્રવાહના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓનું માધ્યમ અંગ્રેજી હોવા ઉપરાંત આર્ટસને બાદ કરતા મોટા ભાગના કોલેજ-યુનિવર્સિટી ખાતેના અભ્યાસક્રમોમાં મિડીયમ ઓફ ટીચીંગ અંગ્રેજી જ હોવાના કારણે રાજ્યમાં હાલ અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેઝ વધતો જાય છે. દરેક માતા-પિતા પોતાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે એવી અદમ્ય ઇચ્છા ધરાવતા હોય છે.
સુરતમાં દર વર્ષે નવરાત્રીથી જાન્યુઆરી સુધીના સમયગાળામાં બાળમંદિરોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવતા માબાપ પોતાના સંતાનને સી.બી.એસ.સી. (સેન્ટ્રલ બોર્ડ) અગર તો ગુજરાત બોર્ડની અંગ્રેજી મિડીયમની શાળામાં પ્રવેશ અપાવવા માટે દોડધામ મચાવી મૂકતા જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની વધેલી માગને લીધે જ અંગ્રેજી માધ્યમની સ્વનિર્ભર શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
2012-13ના શૈક્ષણિક વર્ષથી અત્યાર સુધીમાં રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 1226 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી તેની સામે સરકારી અંગ્રેજી માધ્યમની માત્ર 32 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આથી મધ્યમ પરિવારના બાળકોને પણ ઊંચી ફી આપીને ખાનગી શાળાઓમાં ભણાવવાની ફરજ પડી રહી છે. ટૂંકમાં, કહીએ તો ગુજરાત રાજ્યમાં અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા ભાગે ખાનગી, સેલ્ફફાઇનાન્સ સ્કુલોના શરણે જ જવું પડે છે. રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સ્કુલોને પ્રોત્સાહન આપતી નથી. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો રાજ્ય સરકારે કોઇ માળખાગત સુવિધા કે ઢાંચો તૈયાર કર્યો નથી. મોટા ભાગે અંગ્રેજી માધ્યમની સ્કુલોનો ઇજારો ખાનગી ધંધાદારી સંચાલકોને સોંપી દેવામાં આવ્યો છે.
લમાં અંગ્રેજી શિક્ષણની માગ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે અંગ્રેજીથી ગરીબ બાળકો વંચિત રહે તેના માટે અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવામાં સરકારની ભારે ઉદાસીનતા જોવા મળી છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓનો સિનારીયો શું બયાં કરે છે
ગુજરાત રાજ્યમાં 33,788 સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં 33,281 પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમની છે, જ્યારે અંગ્રેજી માધ્યમની માત્ર 120 પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમજ અન્ય માધ્યમની 387 શાળાઓ કાર્યરત છે.
રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓ 10,579 જેમાં 6,974 શાળાઓ ગુજરાતી માધ્યમની છે જ્યારે 3,098 શાળાઓ અંગ્રેજી માધ્યમની છે તથા અન્ય માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાઓ 507 કાર્યરત છે. આમ રાજ્ય સરકાર ખુદ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ ન કરી ખાનગી સ્કૂલોને પ્રાત્સાહિત કરે છે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન કેન્દ્રીય વિદ્યાલયો અને સરકારી સ્કૂલોનું બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ખાનગી સ્કૂલોની સરખામણીમાં પર્ફોર્મન્સ ટોપ પર હોય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં સરકારી સ્કૂલોનું જ પર્ફોર્મન્સ નબળું જોવા મળે છે. આમ બોર્ડનાં પરિણામો પરથી જ સીધો ભેદ જોવા મળે છે અને રાજ્યનો શિક્ષણ વિભાગ સરકારી સ્કૂલોના શિક્ષણને સુધારવામાં નબળું પુરવાર થાય છે.
ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી
એ પણ એક વરવી વાસ્તવિક્તા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી. માર્ચ 2018માં લેવાયેલી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાના પરીણામમાં ગુજરાતી વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1.07 લાખની છે.
ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરીણામ 25 ટકા ઉંચુ
ધો.10ના પરીણામમાંથી એ બાબત પણ ઉડીને આંખે વળગે તેવી છે કે ગુજરાત બોર્ડના ધો.10ના પરીણામમાં ગુજરાતી માધ્યમની શાળાઓનું ઓવરઓલ પરીણામ 65.16 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરીણામ 90.69 ટકા આવ્યું છે. આ જોતા રાજ્યમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ તો વધ્યો છે પણ ત્યાં માહોલ પણ ભણવા માટેનો યોગ્ય હોવાનું પુરવાર થઇ રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
