અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ નથી, ખાણીપીણીની સંસ્થાઓ બંધ રહેશે
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.
આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય
- પ્રહલાદનગર રોડ
- YMCAથી કાકે કા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
- પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
- બૂટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
- એસજી હાઈવે
- ઈસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ
- સિંધુ ભવન રોડ
- બોપલ-આંબલી રોડ
- ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
- ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
- સાયન્સ સિટી રોડ
- શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
- આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ પર
- સીજી રોડ
- લૉ ગાર્ડન (ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ
- વસ્ત્રાપુર તળાવને ફરતે
- માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
- ડ્રાઈવ-ઈન રોડ
- ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
- શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
- બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
- આઈ.આઈ.એમ રોડ
- શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
- રોયલ અકબર ટાવર પાસે
- સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
- સરખેજ રોઝા-કેડિલા સર્કલ- ઉજાલા સર્કલ
- સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
