CIA ALERT
26. April 2024
February 19, 20201min2900

GJEPC હીરા ઉદ્યોગકારોને ઇ-સંચિત ડિજિટલ પ્લેટફોર્મનું ગાઇડન્સ અપાયું

Share On :
Print Friendly, PDF & Email

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સૂરત તેમજ કસ્ટમ વિભાગ દ્વારા આજે સંયુક્ત પણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે અત્યંત જરૂરી ઇ-સ્ટોરેજ અને ઇનડાયરેક્ટ ટેક્સ ડોક્યુમેન્ટસના કમ્પ્યુટરાઇઝ્ડ હેન્ડલિંગ અંગે ટ્રેનિંગ તેમજ અવેરનેસનો મહત્વનો વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગના ધંધાર્થીઓ માટે આ વર્કશોપ અત્યંત ઉપયોગી એટલા માટે બની રહ્યો કેમકે દરેક એક્સપોર્ટસ હાઉસીસ તેમજ તેને આનુષંગિક કામગીરી સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટસની અદ્યતન માહિતી હોવી અને તેનું અમલીકરણ જરૂરી હતું. આ વર્કશોપને કારણે ડોક્યુમેન્ટેશન તેમજ અન્ય પ્રોસીજરનું સરળીકરણ થઇ શકશે.

શું છે ઇ-સંચિત

ઇ-સંચિત અંગે આજના વર્કશોપમાં માહિતી આપવામાં આવી હતી. આ ઇ-સંચિત એ એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતા વ્યવસાયિકો માટે લોંચ કરવામાં આવ્યું છે. કાગજકીય કાર્યવાહી ઓનલાઇન ડિજિટલી થઇ શકે અને વ્યક્તિગત કે ફિઝિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થાય તે માટે ઇ-સંચિત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. કસ્ટમ તેમજ ક્લીયરીંગ એજન્ટો પ્રત્યક્ષ રીતે મળે અને એક યા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તેના કરતા બહેતર રીતે ઇ-સંચિત કામ કરે છે અને તેના કારણે એપ્લિકેશન ક્લીયરિંગ પ્રોસેસનો સમય પણ ઘટી જાય છે. આ પ્લેટફોર્મ પર આયાત-નિકાસને લગતા ડોક્યુમેન્ટ્સ ડિજિટલી સહી સિક્કાની મદદથી અપલોડ કરી શકાય છે.

સૂરત હિરા બૂર્સના ડેપ્યુટી કમિશનર કસ્ટમ્સ ડો. પ્રસાદ વરવાન્ટકરે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં આયાત નિકાસનું કામ કરતા દરેક લોકો માટે ઇ-સંચિત પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સૂરત હીરા બૂર્સથી હીરા આયાત નિકાસનું કામ કરનારા દરેક લોકો માટે આ રજિસ્ટ્રેશન જરૂરી છે અને એ આયાત નિકાસકર્તાઓ માટે લાભદાયી પણ છે.

ઇ-સંચિત અંગેના આજના સેમિનારમાં અંદાજે 45 જેટલા આયાત નિકાસ હાઉસીસના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને જરૂરી જાણકારી મેળવી હતી.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગકારોના હિતમાં છે ઇ સંચિત પ્લેટફોર્મ. અવરોધ મુક્ત કાગજકીય કાર્યવાહી અને ઝડપી પ્રોસેસિંગ ઇ-સંચિતથી શક્ય બન્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ ઇ-સંચિત પ્લેટફોર્મનો વધુને વધુ ઉપયોગ કરવા દિનેશ નાવડીયાએ હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જીજેઇપીસી દ્વારા જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :