થીમ – યંગ પીપલ્સ મેન્ટલ હેલ્થ એક ચેન્જિંગ વર્લ્ડ
“વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”ના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૨ થી દર વર્ષે ૧૦-ઓક્ટોબર ના દિવસ ને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીના કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે.
આધુનિક યુગમાં જીવનમાં સરળતાનું સ્થાન જટિલતાએ લઈ લીધેલું જોવા મળે છે. જ્યારે આપણે ૨૧મી સદીને સ્પર્ધાત્મક સદી તરીકે ઓળખાવીએ છીએ ત્યારે માનવી પોતાની જાતને પર્યાવરણ ગોઠવવાના કેટલાક પ્રયત્નોમાં સફળતા તો કેટલાક પ્રયત્નોમાં નિષ્ફળતા પ્રાપ્ત થતી જોવા મળે છે. જ્યારે નિષ્ફળતાએ નિરાશા હતાશા અને માનસિક તાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જે વ્યક્તિના માનસિક અને શારીરિક પાસાઓ પર નકારાત્મક અસરો પેદા કરવાનું કાર્ય કરે છે.
૧૦મી ઓક્ટોબર ૨૦૧૮ની થીમ યંગ પીપલ્સ મેન્ટલ હેલ્થ એક ચેન્જિંગ વર્લ્ડ છે, જેનો હેતુ આજના યુવાનો સતત માનસિક સમસ્યાઓમાંથી બહાર લાવી માનસિક જાગૃતતામાં વધારો કરવો.
આજના યુવાનોને માત્ર શારીરિક બીમારીઓ સાથે સાથે ભાતભાતની માનસિક પીડાઓ પણ તેના જીવનનો હિસ્સો બની ચૂકી છે. ૧૮ થી ૩૪ વર્ષના યુવાનોમાં માનસિક બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતમાં ૧૦૦ માંથી ૮૯ લોકો માનસિક બીમારીથી પીડાય છે
ભારતમાં 150 મિલિયન લોકો માનસિક રોગના શિકાર જેમાં 1.9 ટકા લોકો ગંભીર બીમારીથી પીડાતા જોવા મળે છે. ૨૦૧૪માં પ્રતિ લાખ વસ્તી એ ૦.૩ ટકા મનોચિકિત્સકો નું પ્રમાણ જોવા મળે છે. જયારે ૨૦૧૭માં પ્રતિ લાખ વસ્તી એ ૧.૫ ટકા મનોચિકિત્સકો નું પ્રમાણ જોવા મળે છે. ૭૫ ટકા યુવાનો કે જે માનસિક બિમારીના ભોગ બનેલા છે તેઓ મનોચિકિત્સકની સલાહ લેવાનું અવગણી ડોક્ટરોની સલાહ લઈ ખર્ચ વધુ કરે છે આજનાં યુવાનોમાં માનસિક અને શારીરિક બીમારી વચ્ચેના તફાવત ની સમજ ક્યાંક ઓછી જોવા મળે છે છતાં વર્તમાન ભારતના યુવાનોમાં જાગરૂકતાના પ્રમાણમાં વધારો થતા એ બાબા સ્વીકારવી પડે કે જેટલી ઝડપથી માનસિક બિમારીના ભોગ બને છે તેટલી ઝડપે બહાર નીકળવાની કળા પણ આજના યુવાનો માહેર થયેલા હોય તેવું જોવા મળે છે માનસિક બીમારી પ્રત્યે જાગૃતતા લાવવા આરોગ્યને અનેક કાર્યક્રમો અને શિબિરોનું આયોજન કરવું રહ્યું
માનસિક બીમારીના કારણો :-
1.વ્યક્તિગત તંદુરસ્તી નો અભાવ
2.કૌટુંબિક સમસ્યાઓ
3.સામાજિક સંબંધોમાં કુસમાયોજન
4.નાણાકીય સમસ્યાઓ
5.બેરોજગારીનુ વધું પ્રમાણ
6.કાર્યક્ષેત્રમાં પ્રવર્તતી અને અનુભવાતી વિષમતાઓ
7.વધતી જતી વસ્તી
8.કામનો બોજો
9.અભ્યાસ કે નોકરી ધંધામાં કાતિલ હરીફાઈ
10.બેરોજગારી અને મોંઘવારીથી પીડાતો માનવી
માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેના ઉપાયો :-
1. હકારાત્મક વિચારધારા રાખવી
2.પરિસ્થિતિને ધીરજથી સમજવી
3.વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવો
4.સંતુલિત નિર્ણય લેતા શીખવું
5.પોતાની શક્તિઓને રચનાત્મક અને સર્જનાત્મક તરફ વાળવી
6.કાર્ય પ્રવૃત્તિની શ્રેષ્ઠ સ્થિતિનું નિર્માણ
7.નિષ્ફળતામાં પણ સફળતા શોધવાનો પ્રયત્ન
8. સમસ્યા નાની હોય છે અને સમસ્યાનો ડર મોટો છે એવી સમાજ વિકસાવી
9.પોતાની જીવનશૈલીમાં થોડો બદલાવ
10.પૂરતી ઉંઘ લો
11.તમારા શોખને જરૂર પૂરો કરો, માનસિક રૂપથી ફ્રેશ રહેશો
12.કામને લઇને તણાવ ન રાખો, સમયમર્યાદામાં પૂર્ણ કરો
13.ભણતરને લઇને વધારે તણાવમાં ન રહો કે ન તમારા બાળકને રાખો.
14.મનનો ઊભરો ઠાલવી નાખો; ધૂંધવાઓ નહિ.
15.ભૂલ થઈ જાય ત્યારે બીજાને દોષ દેતાં પહેલાં એક ચક્કર મારી આવો.
16. સામાની કદર કરો. પ્રેમ પ્રદર્શિત કરો.
17. કુટુંબના દરેક સભ્યને અલગ વ્યક્તિત્વ છે, તે ધ્યાનમાં રાખો.
માનસિક રોગના દર્દિઓ માટે આટલુ કરી શકાયઃ
૧. બિમારીને તેના શરુઆતના સમયમાંજ લક્ષણૉના આધારે ઓળખી તેની યોગ્ય સારવાર શરુ કરી શકાય. માનસિક રોગીઓની જેટલી જલદી સારવાર શરુ થઇ શકે તેટલુ સારુ પરિણામ મેળવી શકાય છે.
૨. યોગ્ય તબીબી સહાય વડે મોટાભાગના કેસમાં દર્દિ સ્વસ્થ બની અગાઉ માફક નોર્મલ જીવન જીવી શકે છે.
૩. મનોરોગીઓ સાથે કરવામાં આવતુ દ્વેષપુર્ણ વર્તન, વધુ પડતી ટીકાઓ કે દર્દી પ્રત્યેની વધુ પડતી લાગણી શીલતા અવગણવી જોઇએ. જે દર્દિના લાંબો સમય રોગમુક્ત રહેવામાં બાધારુપ બને છે.
૪. સ્કિઝોફ્રેનિયાના કેસમાં કેટલીક વખત પુરતી દવાઓ અને કાળજી છતા રોગના થોડા ચિન્હો યથાવત રહે છે. આથી દર્દિ અગાઉ માફક તાર્કિક કાર્યો અથવા વધુ બુધ્ધિક્ષમતા ધરાવતા કાર્યો કરી શકતો નથી. આથી આ બાબતે દર્દિના સગાઓની દર્દિ પ્રત્યેની વધુ પડતી અપેક્ષાઓ અને આ બાબતે નિષ્ફળ જતા તેની કરવામાં આવતી વધુ પડતી ટીકાઓ ના લીધે રોગ ફરી ઉથલો મારવાની સંભાવના વધી જાય છે.
૫. મનોરોગીઓની અન્ય રોગીઓ માફક સમાજમાં સ્વિકૃતી તેમજ સાજા થયા બાદ ગૌરવપુર્ણ પુનઃસ્થાપન એ ખુબજ અગત્યના મુદ્દાઓ ગણી શકાય.
પાછલા વિશ્વ માનસિક આરોગ્ય દિવસો થિમ :-
2014 સ્કિઝોફ્રેનિઆ સાથે રહેતા
2015 માનસિક સ્વાસ્થ્યમાં સન્માન
2016 મનોવૈજ્ઞાનિક અને માનસિક આરોગ્ય પ્રથમ સહાય
2017 કાર્યસ્થળમાં માનસિક આરોગ્ય
2018 યંગ પીપલ્સ એન્ડ મેન્ટલ હેલ્થ એક ચેન્જિંગ વર્લ્ડ
Dr. Mukesh B Bhatt
VCT MAHILA COLLEGE – BHARUCH
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944