CIA ALERT
October 1, 20201min4750

હાથરસ સામૂહિક બળાત્કાર કેસ : અડધી રાત્રે અંતિમસંસ્કાર, પોલીસનું શરમજનક પરાક્રમ

Share On :

ઉત્તર પ્રદેશના હાથરસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૯ વર્ષની દલિત યુવતીનું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે સવારે અવસાન થયું હતું. પીડિતા પર ૧૪મી સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એના પર બળાત્કાર કરનાર ચારે ય નરાધમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ચારે ય નરાધમો સામે હવે કાયદાની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

Hathras case: Victim's mother says why my daughter was cremated without our  permission? | हाथरस केस: पीड़िता की मां ने पुलिस पर उठाए सवाल, कहा- क्या  मेरी बेटी लावारिस थी जो... |

દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે સવારે તા.30મી સપ્ટેમ્બરે મરણ પામેલી હાથરસ સામૂહિક બળાત્કાર કેસની પીડિતાના પોલીસે બળજબરીથી રાતોરાત અંતિમસંસ્કાર કર્યા હોવાનો આક્ષેપ એના ભાઇએ કર્યો હતો, પણ પોલીસે આક્ષેપ નકારતા જણાવ્યું હતું કે કુટુંબની મરજી પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

પીડિતાના ભાઇએ ફોન પર પીટીઆઇને જણાવ્યું હતું કે મૃતદેહ અને મારા પિતાને પોલીસ બળજબરીથી અંતિમક્રિયા માટે લઇ ગઇ હતી. જ્યારે મારા પિતા દિલ્હીથી હાથરસ પહોંચ્યા ત્યારે એમને તુરંત સ્મશાનમાં લઇ જવાયા હતા. જોકે, પીડિતાના એક સગાએ એવું નિવેદન આપ્યું હતું કે કુટુંબીઓ અને આસપાસની ૩૦થી ૪૦ વ્યક્તિ સાથે પીડિતાના પિતા અંતિમક્રિયા કરવા ગયા હતા. અંતિમક્રિયા ચાંદપા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બુલગઢી ગામના સ્મશાનમાં કરવામાં આવી હતી. હાથરસના એસપી વિક્રાંત વીરે જણાવ્યું હતું કે કુટુંબની મરજી પ્રમાણે બધી ક્રિયા કરવામાં આવી હતી. અંતિમક્રિયા વખતે વરિષ્ઠ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ૧૪મી સપ્ટેમ્બરે પોતાની માતા સાથે ખેતરમાં ગઇ હતી અને ત્યાંથી ગુમ થઇ ગઇ હતી. ત્યાર બાદ એ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. પીડિતાએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે આરોપી નરાધમોએ એનું ગળું દાબીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને એ દરમિયાન એની જીભમાં ગંભીર ઘા પડયો હતો. શરૂઆતમાં એને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એની સ્થિતિમાં કોઇ સુધારો ન જણાતા સોમવારે એને દિલ્હીની હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. અલીગઢની હૉસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીડિતાના બંને પગ અને હાથ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત બન્યા હતા.

પ્રાથમિક તપાસમાં એમને જાણવા મળ્યું હતું કે સંદિપ (૨૦)એ પીડિતાને અગાઉ જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો અને માટે ફરિયાદ દાખલ કરાઇ એ દિવસે જ સંદિપની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે સંદિપ, રામુ, લવકુશ અને રવિએ એના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને જ્યારે એણે પ્રતિકાર કર્યો ત્યારે ચારે ય આરોપીએ એનું ગળું દાબીને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને એ વખતે એની જીભ કચરાઇ ગઇ હતી.

એના બીજા દિવસે પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં એને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

આ મામલાને મુદ્દો બનાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા હોવાનો હોબાળો કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ મચાવ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :