CIA ALERT
October 9, 20211min349

ફિલિપાઈન્સ અને રશિયામાં સરકાર સામે અવાજ ઉઠાવનાર બે પત્રકારોને નોબેલ શાંતિ પુરસ્કાર

Share On :

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રસા અને રશિયાના દમિત્રી મુરાતોવને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષાના પ્રયાસ કરવા માટે તેઓને શાંતિનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ બંને પત્રકારોએ રશિયા અને ફિલિપાઈન્સની સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. અને અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવાના આ પ્રયાસો માટે જ તેઓને નોબેલ કમિટી દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નોબેલ કમિટીએ બંને પત્રકારોની પ્રશંસા કરતાં કહ્યું છે કે, અભિવ્યક્તિની આઝાદી માટે બંને પત્રકારોના પ્રયાસોને જોતાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

નોબલ કમિટીએ કહ્યું કે, સ્વતંત્ર અને મુક્ત તેમજ તથ્યો પર આધારિત પત્રકારત્વ સત્તાના દુરઉપયોગ, અસત્ય અને યુદ્ધના દુષ્પ્રચારથી રક્ષા કરે છે. નોર્વેની સંસ્થા નોબેલ કમિટીએ માન્યું કે, અભિવ્યક્તિની આઝાદી અને સૂચનાની સ્વતંત્રતા લોકોને જાગૃત બનાવે છે. આ અધિકાર લોકતંત્ર માટે પૂર્વ શરત છે અને યુદ્ધ તેમજ સંઘર્ષમાં રક્ષા કરે છે. આ ઉપરાંત કમિટીએ કહ્યું કે, મારિયા અને દમિત્રીને પુરસ્કાર આપવો એ આ મૂળભૂત અધિકારોનું રક્ષા કરવાના મહત્વને દર્શાવે છે.

રશિયાના પત્રકાર દમિત્રી મુરાતોવ નોવાયા ગેઝેટ અખબારના સંપાદક છે, અને માનવામાં આવે છે કે પુતિનના શાસનમાં એકમાત્ર એમનું જ અખબાર સરકાર સામે અવાજ ઉઠાવતું રહ્યું છે. દમિત્રીએ રશિયામાં અભિવ્યક્તિની આઝાદીના અવાજને બુલંદ કરવાના પ્રયાસ કર્યાં છે. દમિત્રીના અખબારે પુતિન સરકારમાં ભ્રષ્ટાચાર અને માનવાધિકારોના ઉલ્લંઘનના અનેક કિસ્સાઓનો ખુલાસો કરતાં દુનિયા સમક્ષ રજૂ કર્યાં હતા.

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રસા ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટ રેપલરના કો-ફાઉન્ડર છે અને રાષ્ટ્રપતિ રોડ્રિગોની ટીકાઓ કરવા માટે જાણીતી છે. તેઓને હાલમાં જ મનીલા કોર્ટે એક અમીર કારોબારીના માનહાનિના કેસમાં ઓનલાઈન સમાચાર વેબસાઈટ રેપલર ઈંકના કો ફાઉન્ડર મારિયા રસા અને પૂર્વ રિપોર્ટર સેન્ટોસ જૂનિયરને છ વર્ષની કેદની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ ફિલિપાઈન્સમાં પ્રેસની સ્વતંત્રતાને મોટા ઝટકા સમાન માનવામાં આવ્યું હતું. કોર્ટના આ નિર્ણય બાદ રસાએ એક સંમેલનમાં કહ્યું હતું કે, આ નિર્ણય અમારા માટે આઘાત સમાન છે, અમે ફક્ત અન્ય સમાચારની જેમ જ કોઈપણ તપાસ વગર લાપરવાહીથી ન્યૂઝ પબ્લિશ કર્યાં હતા. પણ અમે લડત લડતાં રહીશું અને પત્રકારો તેમજ ફિલિપાઈન્સના લોકોને પોતાના અધિકારો માટે લડતાં રહેવા અને સત્તાને જવાબદાર બનાવતાં રહેવાની અપીલ કરી હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર કોઈ એવાં વ્યક્તિ કે સંગઠનને આપવામાં આવે છે, જેમણે દેશો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય. ગત વર્ષે આ પુરસ્કાર વિશ્વ ખાદ્ય કાર્યક્રમને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સ્થાપના 1961માં વિશ્વભરમાં ભૂખની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમેરિકી પ્રેસિડેન્ટ ડ્વાઈટ આઈજનહાવરના નિર્દેશ પર કરવામાં આવી હતી. રોમથી કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીને વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે એક ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વીડિશ ક્રોનર (11.4 લાખ ડોલરથી વધારેની રકમ) આપવામાં આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :