CIA ALERT
February 20, 20251min100

ચેમ્બર ઓફ કોમર્સનો ફ્લેગશીપ એક્ષ્પો, ઉદ્યોગ-2025 આવતીકાલ શુક્રવારથી રવિવાર સુધી યોજાશે

Share On :

SGCCI દ્વારા તા. ર૧થી ર૩ ફેબુ્રઆરી દરમ્યાન SIECC સરસાણા ખાતે ‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનું ભવ્ય આયોજન

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ઉદ્યોગ– ર૦રપ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧પમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦રપ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, મુંબઇ, ઠાણે, નવી દિલ્હી, નોઇડા, જાલંધર (પંજાબ), હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તામિલનાડુના કુલ ૧૭પથી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સીલરી, ઇન્વર્ટર, વોટર ટ્રિટમેન્ટ, ઇલેકટ્રીકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટીલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા પ્રોડકટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરાશે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મુક–બધીર અને દિવ્યાંગો માટે અલગથી પેવેલિયન ફાળવવામાં આવશે. દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તી તથા અન્ય પ્રોડકટનું તેઓ પ્રદર્શન કરી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે.

‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં બારડોલીના માનનીય સાંસદ શ્રી પરભુભાઇ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ, જૈનમ બ્રોકીંગ લિમિટેડના ચેરમેન શ્રી મિલન પરીખ અને કાકરાપાર સ્થિત ઓટોમિક પાવર સ્ટેશન દ.હયીના સ્ટેશન ડિરેકટર શ્રી યશ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

જ્યારે સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરને ઉદ્યોગ પ્રદર્શનમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો, ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપનો તથા એસોસીએટ સ્પોન્સર તરીકે ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડેક્ષ્ટબી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો સહકાર પ્રાપ્ત થયો છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા ઉપરાંત ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા તથા ઉદ્યોગ એકઝીબીશનના ચેરમેન શ્રી ભાવેશ ટેલર અને કો–ચેરમેન શ્રી સંજય ગજીવાલા ઉપસ્થિત રહયા હતા.

ઉદ્યોગ એકઝીબીશન માટે રજિસ્ટ્રેશન વિના મૂલ્યે રાખવામાં આવ્યું છે. ‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :