CIA ALERT
October 11, 20211min298

અમારું ભવિષ્ય ચીન નક્કી નહીં કરે, તાઈવાનના રાષ્ટ્રપ્રમુખનો હુંકાર

Share On :

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની કબજો કરવાની ધમકીના એક દિવસ પછી જ તાઈવાને શક્તિ પ્રદર્શન કર્યું છે. તાઈવાનના નેશનલ ડે પ્રસંગે રાજધાની તાઈપેમાં ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરાયું. તેને સંબોધિત કરતા તાઈવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઈંગ-વેને અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તાઈવાનનું ભવિષ્ય ચીન નક્કી નહીં કરે.

Taiwan President Tsai Ing-wen delivers her inaugural address at the Taipei Guest House in Taipei, Taiwan May 20, 2020. Wang Yu Ching/Taiwan Presidential Office/Handout via REUTERS ATTENTION EDITORS – THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. NO RESALES. NO ARCHIVES.

તાઈવાનના પ્રેસિડન્ટે કહ્યું કે, અમે રાજકીય યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાથી રોકવા માટે પૂરો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રીય સુરક્ષાને વધારતા રહીશું અને એ સુનિશ્ચિત કરીશું કે કોઈપણ તાઈવાનને ચીન દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલવા માટે મજબૂર ન કરે. અમે અમારો બચાવ કરવા માટે દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કરતા રહીશુ. તેમણે એમ પણ કહ્યું કે, તાઈવાન શાંતિપૂર્ણ ક્ષેત્રીય વિકાસમાં યોગદાન આપવા ઈચ્છે છે, ભલે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ અને જટિલ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, તાઈવાનને પોતાના રાષ્ટ્રીય ક્ષેત્રનો ભાગ હોવાનો ચીન દાવો કરે છે. જોકે, તાઈવાન એક લાંબા ગૃહયુદ્ધ પછી 1949માં કોમ્યુનિસ્ટ શાસિત મુખ્ય ભૂમિથી અલગ થયા પછી સ્વ-શાસિત રહ્યું છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તાઈવાન પર કબજા માટે સેનાના ઉપયોગ પર પણ ભાર આપતી રહી છે. તાઈવાનની પાસે પોતાની સેના પણ છે, જેને અમેરિકાનું સમર્થન પણ પ્રાપ્ત છે. તાઈવાનમાં જ્યારથી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી ચીનની સાથે સંબંધ વધુ ખરાબ થયા છે.

તાઈવાનના પ્રેસિડન્ટ પોતાના જાહેર ભાષણોમાં ચીનનું નામ ઘણું ઓછું લે છે, પરંતુ તેમણે નેશનલ ડે પ્રસંગે ખૂલીને ડ્રેગનનું નામ લીધું. તેનાથી જાણવા મળે છે કે, ચીન અને તાઈવાન વચ્ચે તણાવ કેટલો વધી ગયો છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધી ચીને 800થી વધુ વખત પોતાના ફાઈટર પ્લેન્સને તાઈવાન તરફ ઉડાવ્યા છે. ગત શુક્રવારથી ચીન રેકોર્ડ સંખ્યામાં ફાઈટર પ્લેન્સ તાઈવાનની નજીક આંતરાષ્ટ્રીય એર સ્પેસમાં મોકલી રહ્યું છે.

પ્રેસિડન્ટ ત્સાઈના ભાષણ પછી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે મિસાઈલ લોન્ચર, બખ્તરબંધ વાહનો સહિત પોતાના હથિયારોનું પ્રદર્શન કર્યું, તેમજ ફાઈટર પ્લેન્સ અને હેલીકોપ્ટરે ફ્લાઈટ પાસ્ટ કરી. તેમાં એફ-16, સ્વદેશી ફાઈટર પ્લેન અને મિરાજ 2000 સામેલ હતા. વાયુસેનાના શક્તિ પ્રદર્શન પછી સીએમ32 ટેન્ક અને તે પછી ટ્રકોમાં રખાયેલી મિસાઈલ સિસ્ટમ પ્રદર્શિત કરાઈ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :