ભારત અને બાંગલાદેશ વચ્ચેની પેસેન્જર ટ્રેન સર્વિસિસ બે વર્ષના ગાળા પછી રવિવારે ફરી શરૂ કરવામાં આવી હતી.
‘બંધન એક્સપ્રેસ’ની સર્વિસ કોરોના રોગચાળાને કારણે બે વર્ષ બંધ રાખવામાં આવી હતી. રવિવારે ઇસ્ટર્ન રેલવેની કોલકાતા અને ખુલના (બાંગલાદેશ) વચ્ચે દોડતી બંધન એક્સપ્રેસ તથા કોલકાતા અને ઢાકા વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં આ બે ટ્રેનોના છેલ્લા ફેરા કરાયા હતા. બંધન એક્સપ્રેસ કોલકાતા અને ખુલના વચ્ચે અઠવાડિયાના બે દિવસ અને મૈત્રી એક્સપ્રેસ અઠવાડિયાના પાંચ દિવસ કોલકાતા અને ઢાકા વચ્ચે દોડે છે. તે ઉપરાંત ઇસ્ટર્ન રેલવે ૧ જૂનથી બાંગલાદેશી પર્યટકો માટે ન્યુ જલપાઈગુડી અને દાર્જીલિંગ વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ નામે વધુ એક ટ્રેન શરૂ કરશે.