CIA ALERT
23. April 2024

SAT new reforms Archives - CIA Live

January 26, 2022
sat_test.jpg
1min785

અમેરીકન કોલેજ એસોસીએશન દ્વારા તાજેતરમાં પુનઃડિઝાઇન કરાયેલી SAT (પરીક્ષા) ટૂંકી હશે એટલું જ નહીં પણ તેનો વ્યાપ વિસ્તાર વધારતા તેમાં વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. સેટ પરીક્ષામાં હવે સમગ્ર ગણિત વિભાગના પ્રશ્નો એટેન્ડ કરવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સેટ પરીક્ષાનું સંચાલન કરતી અમેરીકી કૉલેજ બોર્ડે તા.25 જાન્યુઆરી 2021ના રોજ આ જાહેરાત સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેના (એસ.એ.ટી.) સ્યુટ ઑફ એસેસમેન્ટને ડિજિટલ રીતે ઑફર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે પાંચની જગ્યાએ સાત તકો આપવામાં આવશે.

SAT એ અમેરીકામાં કૉલેજ પ્રવેશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પરીક્ષા છે. વર્તમાન SAT ને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવા ઉપરાંત – નવી પદ્ધતિ અનુસાર SAT સરળતાથી લઇ શકાય, સેટ પરીક્ષા સરળતાથી આપી શકાય તેવી બનાવવામાં આવી છે. આજની જનરેશનના વિદ્યાર્થીઓ માટે નવી સેટ પરીક્ષા વ્યવસ્થા વધુ સુસંગત હશે. નવી વ્યવસ્થા મુજબ સેટ ટેસ્ટ ટૂંકી હશે. અત્યાર સુધી સેટ પરીક્ષાની અવધી ત્રણ કલાકની હતી પણ હવે નવા ફેરફારો મુજબ સેટ 3 કલાકને બદલે લગભગ 2 જ કલાકમાં પૂરી થઇ જશે.

વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેતા ટૂંકા વાંચન ફકરાઓ હશે અને હવે સમગ્ર ગણિત વિભાગ માટે કેલ્ક્યુલેટરને મંજૂરી આપવામાં આવશે. કૉલેજ બોર્ડ અનુસાર, પરિણામો ઝડપથી જનરેટ થશે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અઠવાડિયાના બદલે દિવસોમાં સ્કોર પ્રાપ્ત થશે. યુએસ માર્કેટ સાથે સંરેખિત કરીને આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાંચને બદલે હવે SAT લેવાની સાત તકો છે.

સમગ્ર બોર્ડમાં પરીક્ષાને વધુ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા આપવા અને તેઓ હાંસલ કરી શકે તેવો શ્રેષ્ઠ સ્કોર મેળવવા માટે વધુ વિકલ્પો હશે.

SATની નવી પદ્ધતિ અમેરીકામાં 202 માં આંતર રાષ્ટ્રીય સ્તરે 2024 માં લોંચ કરવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિ મહદઅંશે ડિજિટલ રીતે જ લેવામાં આવશે. કૉલેજ બોર્ડના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને હવે વર્ચ્યુઅલ લનિંગનો ખાસ્સો અનુભવ છે અને તેની આદત પણ પડી ગઇ છે, ઓનલાઇન લર્નિંગ, ટેસ્ટીંગમાં વિદ્યાર્થીઓને ફાવટ આવી ગઇ હોવાથી હવે પછી સેટનું નવું સ્વરૂપ પણ ડિજિટલ જ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

કોરોના પેન્ડેમિક બાદથી વિશ્વભરની શાળાઓમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ટેક્નોલોજી પર આધારિત બની ચૂકી છે આથી સેટ ટેસ્ટ ડિજિટલ થવા સાથે વધુ સુરક્ષિત બનશે, કારણ કે દરેક વિદ્યાર્થી એક અનન્ય કસોટી મેળવશે અને જવાબો શેર કરવા વ્યવહારીક રીતે અશક્ય હશે. 80% વિદ્યાર્થીઓએ કસોટી ઓછી તણાવપૂર્ણ હોવાનું જણાયું હતું અને 100% શિક્ષકોએ નવા ફોર્મેટ સાથે સકારાત્મક અનુભવ હોવાનું જણાવ્યું હતું.