
રોમાનિયાની સંસદ દ્વારા ચોંકાવનારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ દેશમાં 400 રિંછને મારી નાખવાનો આદેશ અપાયો છે. વાસ્તવમાં આ દેશમાં રિંછે હુમલા કર્યા બાદ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જેના કારણે દેશના લોકોએ રોષે ભરાઈ સરકાર પર દબાણ કર્યું હતું. છેવટે લોકોના ગુસ્સાને શાંત પાડવા સરકારે રિંછોને મારવાનો આદેશ જાહેર કર્યો છે.
સરકારે કહ્યું કે, દેશમાં રિંછોની સંખ્યા વધુ છે, તેથી તેને મારી જનસંખ્યાને અંકુશમાં લાવી શકાશે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ રોમાનિયા બાદ રશિયામાં સૌથી વધુ 8000 રિંછો છે.