mexico drug mafia Archives - CIA Live

July 3, 2024
mexico.jpg
1min175

દક્ષિણ મેક્સિકોમાં ગ્વાટેમાલા સરહદ નજીક એક ડમ્પ ટ્રક અને તેની આસપાસના વિસ્તારોમાંથી 19 મૃતદેહો મળી આવ્યા હતા. મેક્સિકોનો આ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓથી પ્રભાવિત વિસ્તાર છે.

11 people die in mass shootings in cartel-plagued part of Mexico amid wave  of mass killings - CBS News

ફેડરલ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દક્ષિણ ચિઆપાસ રાજ્યના લા કોનકોર્ડિયા શહેરની નજીકના ગ્રામીણ રસ્તા પર ત્યજી દેવાયેલી ટ્રકમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. ડમ્પ ટ્રકની પાસેથી 14 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે વધુ બે મૃતદેહ કેબમાંથી મળી આવ્યા હતા. બે ટ્રકની બહાર હતા અને અન્ય એક મૃતદેહ લગભગ 100 મીટર દૂરથી મળી આવ્યો હતો.

વિભાગે જણાવ્યું હતું કે પીડિતોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેમાં ગ્વાટેમાલાના ઓળખ દસ્તાવેજો હોય તેવા ઓછામાં ઓછા છ પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાઓ સિનાલોઆ ડ્રગ કાર્ટેલ અને મેક્સિકો અને ગ્વાટેમાલાના કાર્ટેલ તરીકે ઓળખાતી હરીફ ગેંગ વચ્ચેના ગેંગવોરના કારણે થઇ હોવાનું માનવામા આવી રહ્યું છે.

આ વિસ્તારમાં મોટાપાયે માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે. કાર્ટેલ છેલ્લા વર્ષથી દાણચોરીના બિઝનેસ પર નિયંત્રણ મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. ચિયાપાસ રાજ્યમાં હિંસામાં વધારો થવાથી હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. મે મહિનામાં ગ્વાટેમાલાની સરહદથી લગભગ 125 કિમી દૂર લા કોનકોર્ડિયામાં એક પ્રચાર રેલીમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં મેયર પદના ઉમેદવાર અને અન્ય પાંચ લોકો માર્યા ગયા હતા