કોરોના સામે જંગમાં અસરકારક કામગીરીએ વિજય અપાવતાં ઇમૈનુઅલ મેક્રોં બીજીવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે. 2002 બાદ લગાતાર બીજીવાર સત્તા મેળવનારા મેક્રોં પ્રથમ નેતા બન્યા છે.

અંતિમ તબક્કાની ગણતરીમાં ઇમૈનુઅલને 58.2 ટકા અને નેશનલ રૈલી પાર્ટીના દક્ષિણપંથી ઉમેદવાર મરિન લે પેનને 41.8 ટકા મત મળતાં મેક્રોં વિજેતા થયા હતા.
જીત બાદ દુનિયાભરમાંથી વધામણીઓ મળવા માંડી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસન, જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્ઝ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મેક્રોંને અભિનંદન આપ્યા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના ભારત સાથે ઘણા સારા સંબંધ છે. કોઇ પણ ફ્રેન્ચ સરકાર કદી પણ ભારત વિરોધી રહી નથી. ફ્રાન્સે હંમેશાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.