CIA ALERT

GEM Testing Lab IDI Archives - CIA Live

December 31, 2025
Cia_business_news-1280x936.jpg
3min48

દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ વર્તમાન ચેરમેન દિનેશ નાવડીયાએ આઇડીઆઇની કરેલી કાયાપલટને બિરદાવી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટ (IDI ) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા 48 વર્ષો થી જેમ્સ અને જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી ભારતની અગ્રગણી સંસ્થાછે ઉપરાંત સંસ્થાની IDI-GEM TESTING LABORATORY દ્વારા ડાયમંડ જ્વેલરી (નેચરલ અને લેબગ્રોન), લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન ) ટેસ્ટીંગ Certificate , કલર સ્ટોન ટેસ્ટીંગ Certificate અને મોઝેનાઇટ ટેસ્ટીંગ Certificate આપવામાં આવે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકીકરણ અંતર્ગત નવિનીકરણ પામેલ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી,ઓડિટોરિયમ તેમજ સુવિધાસંપન્ન વહીવટી ઓફિસ અને બોયસ હોસ્ટેલ , કેડ (CAD) જ્વેલરી ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન મેન્યુઅલ અને પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગના ઉદ્ઘાટન સમારોહનું આયોજન તારીખ 30 ડિસેમ્બર, મંગળવારે સવારે 10: 30 કલાકે રાખવામાં આવ્યું હતુ.
આ સમારોહમાં માનનીય સાંસદ(રાજ્યસભા)અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ માનનીય સાંસદ(રાજ્યસભા), ભારતસરકાર તથા શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા નવિનીકરણ પામેલ સુવિધાઓની તકતીનું અનાવરણ કરી પ્રતિકાત્મક ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી દ્વારા નવનિર્મિત જેમલોજિકલ લેબોરેટરીનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

નવનિર્મિત કેડ(CAD) ડિપાર્ટમેન્ટ (જ્વેલરી) નું ઉદઘાટન શ્રી મુકેશભાઈ કારગર (SMD Rays ) દ્વારા કરવામાં આવ્યું હતુ.
જ્વેલરી ડિઝાઇન (મેન્યુઅલ) ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા અને ભૂતપૂર્વ રિજિયોનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ સંસ્થાના નવનિર્મિત પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન ધર્મનંદન ડાયમંડ ના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. સંસ્થાની બોયઝ હોસ્ટેલ નું ઉદઘાટન ડો. વજુભાઈ માવાણી, પ્રમુખશ્રી, શ્રી તાપીબ્રહ્મચર્યાશ્રમ સભા સુરત દ્વારા કરવામાં આવ્યું હતુ. સંસ્થાના ઓડિટોરિયમનું ઉદઘાટન શ્રી મુકેશભાઈ પટેલ, ગ્રીન લેબ દ્વારા કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમની શરુઆત સંસ્થાના ઓડિટોરિયમમાં પ્રાર્થનાથી થઇ હતી અને મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ.

સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીર જોશી દ્વારા સર્વ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની શરૂઆત 13 મે 1978 થી કરવામાં આવી હતી અને એનો ઉદ્દેશ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને સ્કીલ ડેવલપમેન્ટ અને તાલીમ પૂરો પાડવાનો હતો અને 1992- 93 થી સંસ્થામાં જ્વેલરી નો કોર્સ ચાલુ કરવામાં આવ્યા હતા. આ રીતે સંસ્થા નિરંતર ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી ને માનવબળ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે.

દિનેશભાઈ નાવડિયા દ્વારા માનનીય સાંસદ(રાજ્યસભા)શ્રી ગોવિંદભાઈ ધોળકિયા નું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીરભાઈ જોશી દ્વારા કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

IDI ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અનિમેષ શર્મા દ્વારા ગ્રીન લેબ ના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

IDI ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સુભાષ પારિક દ્વારા ધર્મનંદન ડાયમંડ ના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના ટ્રેનિંગ કોઓર્ડીનેટર શ્રી જયેશભાઈ દ્વારા જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા નું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયાએ અતિથિઓ તથા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીના આગેવાનોને સીએસઆર ફંડ અંતર્ગત આઈડીઆઈને એના વિવિધ ડિપાર્ટમેન્ટ અને લેબોરેટરીના આધુનિકીકરણ માટે ફંડ માટે અપીલ કરવામાં આવી હતી દેશ અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ જેમ્સ અને જ્વેલરી ટ્રેડમાં જ્ઞાન મેળવવા માટે આઈડીઆઈમાં આવે છે તો એમને સારી સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચર મળી રહે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ માટે દાનની શરૂઆત શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના આગેવાનો અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું. શ્રી દિનેશભાઈ દ્વારા સુરત જ્વેલરી એસોસિએશનના શ્રી અમિતભાઈ કોરાટ તથા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા નો આભાર માનતા જણાવ્યું હતું કે એમના દ્વારા જે ROOTZ એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું હતું ત્યાં પણ IDI ના નેચરલ, લેબગ્રોન, જેમસ્ટોન વગેરે સર્ટિફિકેટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

ગ્લોસ્ટાર ના ચેરમેન શ્રી કેશુભાઈ ગોટી એ સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ અને એમની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આશરે ૩૫000થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાંથી તાલીમ લઈ પગભર થયા છે. તેમણે જણાવ્યું હતું કે દિનેશભાઈ સંસ્થાનો જે વિકાસ કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે પરંતુ હજુ વધુ વિકાસની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે સ્કિલ ડેવલપમેન્ટ સૌથી વધુ સૌથી મોટું કાર્ય છે કારણ કે કૌશલ્ય પ્રાપ્તિથી માણસ દ્વારા જ ઘર સમાજ કે દેશનો વિકાસ થઈ શકે છે.

માનનીય સાંસદ(રાજ્યસભા) શ્રી ગોવિંદભાઈ ધોળકિયા પોતાના ઉદબોધનમાં શ્રી દિનેશભાઈ નાવડીયા અને એની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે IDI ને નવિનીકરણ કરી જૂનામાંથી એકદમ નવું બનાવી દીધું છે. એમણે જણાવ્યું હતું કે હાલમાં પાયાના પથ્થર તરીકે ફર્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન દરેક હાજર છે. જ્યારે આઈડીઆઈ 47 વર્ષ પહેલાં બન્યું ત્યારે પાયામાં જે લોકો સાક્ષી છે તેઓને ખૂબ જ વધારે આનંદ થયો છે જે રીતે નવિનીકરણ થયું છે અને નવી ટેકનોલોજી દ્વારા ભારતના ભાવિ ને વધુમાં વધુ ન્યાય મળે એવું સક્ષમ બને. દરેક વસ્તુ સિક્કાની બે બાજુ છે એમ પહેલા IDI ને નવિનીકરણ કરી સંપૂર્ણ આધુનિકીકરણ કરવું તો સારી સુવિધા મળવાથી વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સંસ્થા ઉત્તરો ઉત્તર ખૂબ જ પ્રગતિ કરશે અને જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ તેનો લાભ મળશે.

સંસ્થાની જેમ ટેસ્ટીંગ લેબોરેટરીના નવા ડિઝાઇન કરેલા નેચરલ ડાયમંડ જ્વેલરી, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી, લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન ) ટેસ્ટીંગ Certificate તથા કલરસ્ટોન ટેસ્ટીંગ Certificate માટે ભારત સરકારના રાષ્ટ્રીય ચિન્હ “અશોક સ્તંભ”વાળા નવા સર્ટીફીકેટનું અનાવરણ મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ નવા લેબોરેટરી સર્ટિફિકેટ પ્રધાનમંત્રીશ્રી ના વિઝનને અનુલક્ષી“મેક ઇન ઇન્ડિયા” ને પ્રમોટ કરવા IDI દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. ભારત સરકારની “ટેસ્ટ ઇન ઇન્ડિયા”પહેલને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકારના માધ્યમથી ભારતનું રાષ્ટ્રીય ચિન્હ “અશોક સ્તંભ” સાથેનું લેબોરેટરી સર્ટિફિકેટ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને IDI દ્વારા જારી કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રીઓ દ્વારા માનવંતા તમામ દાતાશ્રીઓનું અભિવાદન કરી અને સ્મૃતિચિન્હ અર્પણ કરી આભાર માનવામાં આવ્યો હતો.

સમારંભના અંતમાં સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીરકુમાર જોશી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.