CIA ALERT

Black lives matter Archives - CIA Live

May 16, 2022
usa_buffelo.jpg
1min353

બફેલોમાં સુપરમાર્કેટમાં શનિવારે Dt.15/5/22, ૧૮ વર્ષના શ્વેત White યુવકે લશ્કરી ગિયર અને હેલ્મેટમાં કેમેરા સાથે લાઇવ સ્ટ્રિમિંગ કરતા રાઇફલમાંથી ગોળીબાર કરતાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા જેને સત્તાવાળાઓએ વંશીયરીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ તરીકે ઓળખાવ્યો હતો. 

ટોપ્સ ફ્રેન્ડલી માર્કેટમાં હુમલાખોરે શારીરિક બખ્તર અને લશ્કર જેવા વસ્ત્રો પહેર્યા હતા અને તેણે મોટાભાગે અશ્વેત લોકો પર હુમલો કર્યો હતો. ઓછામાં ઓછી બે મિનિટ સુધી તેણે ગોળીબારનું જીવંત પ્રસારણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેણે ૧૧ અશ્વેત લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળ નજીક ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ શ્વેત સર્વોપરીવાદી જેણે નિર્દોષ સમુદાય પર નફરતનો ગુનો કર્યો હતો તે જીવનના બાકીના દિવસો જેલમાં પસાર કરશે.
શંકાસ્પદ હુમલાખોરની ઓળખ પેટોન ગેનડ્રોન તરીકે કરવામાં આવી હતી અને તે બફેલોથી ૨૦૦ માઇલ દૂર આવેલા ન્યૂયોર્કના કોંકલિનનો રહેવાસી છે.

બફેલોના પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિયાએ જણાવ્યું હતું કે હુમલાખોરે સ્ટોરની બહાર ચાર લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાંથી ત્રણના મોત થયા હતા. સ્ટોરની અંદર સિક્યુરીટી ગાર્ડે તેની પર કેટલીક ગોળીઓ છોડી હતી જેમાંથી એક ગોળી હુમલાખોરના બુલેટપ્રુફ જેકેટ પર વાગી હતી પરંતુ તેની કોઇ અસર થઇ નહોતી. હુમલાખોરે ગાર્ડને મારી નાંખ્યો હતો અને પછી સ્ટોરમાં જઇને અન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો.


ત્યારબાદ પોલીસે સ્ટોરમાં પ્રવેશીને હુમલાખોરને પડકાર્યો હતો. એ વખતે હુમલાખોરે પોતાના ગળા પર જ બંદુક મુકી દીધી હતી. બે અધિકારીઓએ તેને બંદૂક મુકી દેવા માટે વાત કરી હતી. 

વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ગોળીબારના આ બનાવ અને તપાસ અંગે સતત માહિતી મેળવી રહ્યા છે અને તેમણે પીડિતો અને તેમના પ્રિયજનો માટે પ્રથમ મહિલા સાથે પ્રાર્થના કરી હતી.