CIA ALERT

Abudhabi Archives - CIA Live

December 8, 2021
uae.jpg
1min370

યુએઇએ અત્યારના પાંચ દિવસ કામનાં સપ્તાહને ઘટાડીને ૧લી જાન્યુઆરીથી ફકત સાડા ચાર દિવસ કરવાનો નિર્ણય લીધો છે.  આ સાથે આટલા ટૂંકા સપ્તાહ માટે કામ કરાવતો એ પહેલો દેશ બન્યો છે.  કર્મચારીઓને સુગમતા રહે, ઉત્પાદનમાં વધારો થાય અને કામ તથા ખાનગી જીવન વચ્ચે સમતોલ જળવાઇ રહે એ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.  

યુએઇના સરકારી મીડિયાએ જણાવ્યા અનુસાર ૧લી જાન્યુઆરીથી કામનો સમય સોમવારથી ગુરુવાર સુધી સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી અને શુક્રવારે સવારે ૦૭.૩૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે.  શનિવાર અને રવિવારના દિવસે આખો દિવસ માટે રજા રહેશે. કર્મચારીઓને શુક્રવારે ફ્લેક્સિબલ સમય અનુસાર અથવા ઘરેથી કામ કરવાનો પર્યાય પણ આપવામાં આવશે.  સરકારનાં આ પગલાથી અમેરિકા, યુકે અને યુરોપના કામ કરવાના સમયને અનુસરવાનું અને એ કારણે વેપારમાં વધારો થવાની આશા સેવાઇ રહી છે.