અમેરિકાના હાઉસે ‘ગન ક્ધટ્રૉલ બિલ’ પસાર કર્યું હતું. બફેલો, ન્યૂ યોર્ક અને ટેક્સાસમાં તાજેતરમાં સાર્વજનિક સ્થળે થયેલા ગોળીબારને પગલે બંદૂકોના વેચાણને નિયંત્રણમાં રાખવાના પ્રયાસના ભાગરૂપે આ ખરડો પસાર કરાયો હતો.

‘ગન ક્ધટ્રૉલ બિલ’માં સેમિ-ઑટૉમેટિક રાઇફલ ખરીદવા માટે લઘુતમ વયમર્યાદા વધારવાની અને ૧૫ રાઉન્ડથી વધુની ક્ષમતા ધરાવતા એમ્યુનેશન મેગેઝિન્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઇ હતી.
‘ગન ક્ધટ્રૉલ બિલ’ને હાઉસમાં ૨૨૩ વિરુદ્ધ ૨૦૪ મતથી પસાર કરાયું હતું. આ ખરડો કાયદો બને એવી શક્યતા હાલમાં નથી જણાતી, કારણ કે સેનેટ માનસિક સ્વાસ્થ્ય સુધારવાના કાર્યક્રમ, શાળાઓની સલામતી વધારવા અને ‘બેકગ્રાઉન્ડ ચેકિંગ’ વધારવા ભાર આપી રહ્યું છે.