CIA ALERT
April 18, 20211min564

Surat : Remdesivir ઇંજેકશનનાં કાળાબજાર કરતાં 6 ઝડપાયા

Share On :

શહેર પોલીસ કમિશનરે કોરોના મહામારીમાં રેમડેસીવીર ઇન્જેકશનનો કાળાબજાર કરતા વ્યકિતઓને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલી હતી. જે અંગે  ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તથા એસીપીએ પો.ઇન્સ. ડીસીબીએ શહેરમાં કાળાબજારીયાઓ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાળાબજાર કરનારા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે વોચ દરમિયાન શહેરના પરવત પાટીયા, વિજય મેડીકલ ખાતે  ડમ્પી ગ્રાહકો થકી આરોપીઓ ઝડપાયા હતા.

આરોપી કલ્પેશ રણછોડભાઇ મકવાણા (ઉ.વ. 23) (રહે.  એ- 386 સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ  સુરતનાએ રૂા. 12000/-માં એક ઇન્જેકશન વેચાણથી અપાવશે તેમ જણાવતા ગ્રાહકે 6 ઇન્જેકશનોની માંગણી કરતા રૂા. 70,000/-માં મળી જશે તેવું જણાવ્યું હતું. બીજા આરોપી પ્રદીપ ચકોરભાઇ કાતરીયા ફયુઝન પેઠોલોજી લેબ પાસે લઇ જતાં લેબમાંથી પોતાની સાથે રેમડેસીવર ઇન્જેકશન લઇ નાણાની માંગણી કરતા રેઇડ દરમિયાન પકડાઇ ગયેલ હતો.

પોલીસે લેબોરેટરીમાં ચકાસણી કરતા અન્ય આરોપી શૈલેષભાઇ જશાભાઇ હડીયા (ઉ.વ. 29), નીતીનભાઇ જશાભાઇ હડીયા (ઉ.વ. 25) પાસેથી 6 ઇન્જેકશન  રેમડેસીવર ઇન્જેકશન તથા વેચાણના 2,45,000/- મળી આવેલ તેથી પૂછપરછમાં યોગેશભાઇ બચુભાઇ કવાડ પાસેથી એક ઇન્જેકશન  રૂા. 4000/-  લેખે ખરીદી કર્યાંનું જણાવેલ  અને પોતે રૂા. 12000/-માં ગ્રાહકોને આપતા હોવાની હકીકત જણાવેલ હતી. આરોપી  યોગેશભાઇ બચુભાઇ કવાડ (ઉ.વ. 24)થી પૂછપરછમાં આ ઇન્જેકશનો નિત્યા મેડીકલ સ્ટોરવાળા વિવેક હીમતભાઇ ધામેલીયા (ઉ.વ. 29) પાસેથી ખરીદી  આપેલ હોવાની અને ફયુઝન પેથોલેબ  ખાતે વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિવેક હીંમતભાઇ ધામેલીયા નિતા મેડીકલ સ્ટોર નામનો રૂા. 670/-ના ભાવથી સીવીલ હોસ્પિટલ સુરત, નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલ કોવીડ પોઝીટીવ આવેલા દર્દીઓના આધાર કાર્ડની નકલનો ઉપયોગ કરી ડોકટરના પ્રીસ્કીપશન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સીવીલ હોસ્પિટલ ખાતેથી રોજે રોજ મંગાવી તેમાથી વધેલા તથા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસીવર ઇન્જેકશન  કાળા બજાર કરી યોગેશ કવાડને વેચતો જે આગાળ ફયુઝન લેબોરેટરીને રૂા 4000/- માં વેચતો અને ફયુઝન લેબોરેટરીવાળા તેના માણસો રાખી ગરજાવ ગ્રાહકોને રૂા. 12000/-માં  વેચતો હતો.
પોલીસે રેમડેસીવીર ઇન્જેકશન નંગ 12 મળી કુલ્લે રૂપિયા 2,89,289/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :