ડુમસમાંથી એક કરોડના MD ડ્રગ્સ ઝડપાયું
અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી એક યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે તા.22 સપ્ટેમ્બર 2020ના રોજ ઝડપી પાડ્યો હતો. આ યુવાન ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ તેને ઝબ્બે કરવામાં આવતા શહેરના ડ્રગ્સ માફિયાઓમાં સોંપો પડી ગયો છે. કહેવાય છે કે સુરતના ચોક્કસ વિસ્તારના યંગસ્ટાર્સમાં ડ્રગ્સનું ચલણ ખૂબ વધી રહ્યું છે, રાંદેરના અમુક વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન પણ અમૂક ડ્રગ્સનું વેચાણ ચાલુ હતું અને તે પણ પોલીસની રહેમનજર હેઠળ.

સુરતના નવા નિયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર તોમારે પોતાના ખાતાથી લઈને શહેરના ડ્રગ્સ માફિયા અને પેડલરો સામે જંગ છેડ્યો છે. પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને તેમાં છેલ્લા દિવસોમાં પોલીસને સફળતા પણ મળી રહી છે. પોલીસ દ્વારા બે-ત્રણ દિવસોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો . હાલમાં જ ઉધના ખાતેથી ખટોદારા પોલીસે રૂપિયા એક લાખની કિંમતના ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે યુવાનને ઝડપી પાડવામાં આવ્યો તેની કિંમત અંદાજે એક કરોડ માંડવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને પહોંચાડવાનું તેના સોર્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એમડી ડ્રગ્સ તમારા દિમાગની ક્ષમતાને વધારી દે છે તમે હવામાં ઊડી રહ્યાં હોય તેવું ફિલ કરાવે છે પરંતુ તમારામાં દિમાગને એ એક કાલ્પનિક ડરની સ્થિતિમાં મોકલી આપે છે. તમને ગભરામણ અને ચિંતા સતાવે છે, એકવાર તેની લત લાગે પછી તેને છોડવાનું મુશ્કેલ બની જાય છે. મોટાભાગની પાર્ટીઓમાં અને સ્થાનિક યુવાનો આ ડ્રગ્સ પાછળ પોતાનું મૂલ્યવાન જીવન બરબાદ કરી રહ્યાં છે અને માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ હાલ સમગ્ર ભારતમાં ડ્રગ્સ માફિયાઓ અને તેમની સાથે સંકળાયેલા સત્તાધીશોની સામે સરકાર દ્વારા અન્ડરગ્રાઉન્ડ લેવલેથી એક મુહિમ ઉપાડવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


