પેન્ડેમિકમાં પણ SGCCIની પ્રવૃત્તિઓને ધમધમતી કરી દેનાર દિનેશ નાવડીયાને રોકવા વિરોધીઓ છેલ્લી પાયરીએ, તમામ ઉધામા નિષ્ફળ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
પેન્ડેમિકમાં પણ SGCCI ની પ્રવૃત્તિઓને ને ધમધમતી કરી દેનાર દિનેશ નાવડીયાને રોકવા વિરોધીઓ છેલ્લી પાયરીએ બેઠા છે. SGCCIની ઐતિહાસિક પરંપરા છે કે વાઇસ પ્રેસિડેન્ટ બિનહરીફ પ્રેસિડેન્ટ બને છે, પરંતુ, હાલના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને રોકવા માટે SGCCI ના ઇતિહાસમાં પહેલી વખત પ્રસિડેન્ટ ઇલેકશન કરાવવાના પ્રયાસો કરાયા એમાં નિષ્ફળ ગયા બાદ હવે ચેમ્બર પ્રેસિડેન્ટ પદે એક મહિનાની રજા મૂકીને ગ્રેસફુલ એક્ઝીટ કરી જનાર કેતન દેસાઇને ફરીથી SGCCI પ્રેસિડેન્ટની ખુરશી પર બેસી ગયા છે. માની શકાય કે SGCCIમાં હવે નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય નહીં પરંતુ, કોઇ વ્યક્તિ પાસે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરાવ્યા બાદ તેમને ખસેડવા પાછળનો આશય શું હોઇ શકે. હવે જ્યારે દિનેશ નાવડીયા સામે કોઇ ઉમેદવાર જ રહ્યા નથી ત્યારે કેતન દેસાઇ પ્રમુખ પદે હાજર થઇને ભેરવાય ગયા છે.
વિરોધીઓનો પ્લાન તો એવો હતો કે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા સામે તમામ પરંપરાઓ તોડીને કોઇપણ વ્યક્તિને ચૂંટણી લડાવવામાં આવે, ચૂંટણી થાય તો આચારસંહિતાના નામે દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા રોકી શકાય, પણ દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની મુદત ગત જુન 2020ના પહેલા સપ્તાહમાં પૂરી થઈ ચૂકી છે, આમ છતાં તેઓ કોવીડ-19 પેન્ડેમિકની અસાધારણ પરિસ્થિતિ હોવાના બહાને તેમના હોદ્દા પર યથાવત્ રહ્યા હતા.
નિયમાનુસાર નવા વર્ષના હોદ્દેદારોનું ઇલેકશન સમયસર નહીં થતાં તેનો સીધો ફાયદો કેતન દેસાઇ અને તેમના જૂથે મેળવીને ચેમ્બર પ્રેસિડેન્ટ તરીકે કામગીરી ધરાર ચાલુ રાખી હતી. અહીં એ વાત નોંધવી જોઇએ કે નૈતિક્તા જો આધાર બને તો પ્રેસિડેન્ટ 6 જુન 2020 બાદ ચેર પરથી ઉતરી જ જાય પણ અહીં નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય તેમ નથી.
દરમિયાન SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય શરૂ કરવા અને કેતન દેસાઇને ગ્રેસફુલ એક્ઝીટનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ કરીને મામલો આગળ ધપાવવામાં આવ્યો હતો.
મોટા પાયે શ્રમિકો સુરત પરત ફરી રહ્યા છે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે, આ તમામ પ્રોસિજર દિનેશ નાવડીયાની લિડરશીપને આભારી
22મી જુનથી દિનેશ નાવડીયાએ SGCCIના ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરી અને ડે-વનથી જ તેમણે પેન્ડેમિક સ્થિતિમાં ઉદ્યોગ, વ્યવસાયો માટે અનેક પ્રકારની કામગીરી શરૂ કરી. સંખ્યાબંધ વેબિનાર્સનું આયોજન થયું. દિનેશ નાવડીયાએ હીરા, ટેક્સટાઇલ, કેમિકલ, બાંધકામ વગેરે તમામ ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માટે આક્રમક પ્રેઝન્ટેશન કર્યા અને અનેક મુદ્દાઓને નિકાલ કર્યો. સૌથી અગત્યની કાર્યવાહીમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી લેબર પાછા મળે એ માટે યુપી., બિહાર, ઓરિસ્સાથી સુરત માટે ખાસ શ્રમિક ટ્રેનો શરુ કરાવી. સુરત પરત આવતા લેબરને કોરોનાથી બચવા માટેનું માર્ગદર્શન, માસ્ક, સેનિટાઇઝેશન, ટેસ્ટીંગ વગેરે પ્રક્રિયાઓ માટે સહાયભૂત થવા માટે SGCCIની ટીમ અનેક દિવસોથી અભિયાન ચલાવી રહી છે.
એક મહિનામાં દિનેશ નાવડીયા અને તેમની ટીમે જે કામગીરી કરી એના વિશે એક આખું પુસ્તક લખી શકાય. પરંતુ, અહીં મુદ્દો એ છે કે SGCCIમાં દિનેશ નાવડીયા અને બી.એસ. અગ્રવાલ જેવા મહારથીઓને રોકવા માટે તેમના વિરોધીઓ છેલ્લી કક્ષાએ ઉતર્યા છે.
એક મહિનાની રજા બાદ કેતન દેસાઇ ફરી SGCCI પ્રેસિડેન્ટ તરીકે હાજર થાય એ બાબત ઘણી સૂચક અને ટીકાપાત્ર બની છે. નૈતિક્તાની તો અપેક્ષા રખાતી નથી પરંતુ, સમજવા જેવી વાત છે કે દિનેશ નાવડીયાએ જે કામ ઉપાડ્યું છે એના પર દેખિતી રીતે બ્રેક લાગવાની છે. 4 ઓક્ટોબરે SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે અને એ પણ વાત નિશ્ચિત બની ચૂકી છે કે દિનેશ નાવડીયા સામે પ્રેસિડેન્ટ પદ માટે કોઇ ઉમેદવાર રહ્યો નથી. આમ છતાં, કેતન દેસાઇએ કયા કારણોસર રજા પરથી પરત આવીને SGCCI પ્રેસિડેન્ટની ખુરશીમાં બેસી ગયા એ પાછળના કારણોની વ્યાપક ચર્ચાઓ SGCCIમાં ચાલી જ રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


