CIA ALERT
May 25, 20181min10360

RERA: ડેવલપર્સની ફાઇનાન્સ મળવાનો માર્ગ મોકળો

Share On :

ઘર ખરીદનારાઓ માટે વ્યક્તિગત લોનની માંગમાં જ વધારો નથી થયો પરંતુ ડેવલપર્સની લોન પણ વધી છે. રેરાના રક્ષણ સાથે ધિરાણકારો હવે બિલ્ડર્સને લોન આપવા માટે વધુ સારી સ્થિતિમાં છે.

1 જુલાઈ 2017થી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (એક્ટ) લાગુ થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં રેરા, જીએસટી તથા બ્લેકમની સામેનાં પગલાં, ભાવ અને નરમાઈની અસરનો સામનો કરે છે.

રિયલ એસ્ટેટ ડેવલપરને ફાઇનાન્સ કરવામાં એનબીએફસી અને એચએફસીનો બજારહિસ્સો વધીને 60 ટકા થઈ ગયો છે. ચાર વર્ષ અગાઉ રિયલ્ટીને ફાઇનાન્સ કરવામાં આ સંસ્થાઓનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો હતો. ડેવલપરને ધિરાણ આપતી સંસ્થાઓમાં એનબીએફસી, એચડીએફસી, ઇન્ડિયાબુલ્સ, જેએમ ફાઇનાન્શિયલ અગ્રેસર છે અને તેઓ ડેવલપરને લોનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

તેનું મુખ્ય કારણ એ છે કે વધુ રાજ્યો હવે રેરા લાગુ કરી રહ્યાં છે. રેરાની ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે કેટલીક સ્પષ્ટતા મળ્યા પછી જ ડેવલપર્સે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. પ્રોજેક્ટ લોન્ચના પ્રમાણમાં વધારો થયો છે.

રેરાનો અત્યાર સુધીમાં અમલ કરવામાં આવ્યો હોય તેવાં રાજ્યોની સંખ્યા વધીને 21 થઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોએ રેરા અપનાવ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટની સરખામણીમાં આ સેગમેન્ટે વધારે ઝડપથી વૃદ્ધિ કરી છે અને તે વધારે સારું માર્જિન પણ ઓફર કરે છે.

એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹2,266 કરોડની પ્રોજેક્ટ લોન વિતરીત કરી હતી અને લગભગ 80 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમની ₹1.66 લાખ કરોડની લોન બૂકમાં ડેવલપર્સને આપવામાં આવેલી લોનનો હિસ્સો લગભગ પાંચ ટકા છે.

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે મજબૂત બિઝનેસ વૃદ્ધિ નોંધાવી છે અને વાર્ષિક ધોરણે લોનની ફાળવણીમાં 45 ટકા વધારો થયો છે જ્યારે ક્રમિક વૃદ્ધિનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ દ્વારા પ્રેરિત હતો. એલ એન્ડ ટી ફાઇનાન્સે રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં 56 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એચડીએફસી માટે બિન-વ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકા વૃદ્ધિ થઈ હતી જ્યારે રિટેલ લોનમાં 20 ટકા વધારો નોંધાયો હતો.

સૌથી મોટી મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી માટે પણ બિનવ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે રિટેલ લોનમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એન્ટિક બ્રોકિંગના એનાલિસ્ટ દિગંત હરિયાએ કહ્યું કે, ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ લોન્ચ વધવાની શક્યતા છે. રેરાનું પાલન કરતા પ્રોજેક્ટને ધિરાણ કરવામાં ધિરાણકારો રાજી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :