CIA ALERT
April 12, 20191min4510

રાજકોટમાં પોલીસવાળાના હાથે યુવાનની હત્યા: એક ગંભીર

Share On :

રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સામું જોવા, મોટા અવાજે ગાળો બોલવા સહિતની બાબતે જસદણના કુલદીપ ચાંપરાજભાઈ ખવડ નામના યુવાનની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. સાથે જસદણમાં રહેતા તેના મિત્ર અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચરનો જાન લેવાનો પ્રયાસ’ થયો હતો. ખૂન અને ખૂનની કોશિશનો ગુનો આચરીને નાસી ગયેલા બે પોલીસવાળા વિજય ડાંગર અને હિરેન ખેરડિયા સહિતના સાત બદમાશોની પોલીસ શોધી રહી છે.
જસદણમાં રહેતા અને વિપુલ હીરપરા નામના યુવાનની હત્યામાં પકડાયેલા અભિલવ ઉર્ફે લાલો શિવકુભાઇ ખાચર સામેનો ખૂનનો કેસ રાજકોટની અદાલતમાં ચાલતો હોવાથી અને કોર્ટમાં તારીખ હોવાથી તે પોલારપર રોડ પર રહેતા તેના મિત્ર કુલદીપ ચાંપરાજભાઈ ખવડને સાથે લઇને કારમાં રાજકોટ આવ્યો હતો અને એસ્ટ્રોન ચોક પાસેના સરદારનગરમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્વિગી ફૂડ કંપનીમાં નોકરી કરતા તેના મિત્ર દેવેન્દ્ર ઉર્ફે બાઉ હરેશભાઇ ઉર્ફે બાબાભાઇ ધાંધલને ત્યાં રોકાયા હતા.
તા.10મીએ રાત્રે એ ત્રણેય મિત્ર યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં તેના અન્ય મિત્રો ભગીરથ ઉર્ફે ધરમ અનકભાઇ વાળા, સાગર જગદીશભાઇ વાળા, નિકુંજ હરેશભાઇ જાની, સંજય વગેરે આવ્યા હતા. આ મિત્રોએ જમી લીધા બાદ ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફના રસ્તા પર આવેલા ગોલાવાળાને ત્યાં ગોલા ખાવાનું નક્કી કર્યું હતું.

દેવેન્દ્ર, કુલદીપ, અભિલવ અને સંજય કારમાં અને અન્ય મિત્રો બાઇક પર ગોલાવાળાને ત્યાં પહોંચ્યા હતા. ગોલાવાળાની દુકાનની સામે ઓવરબ્રિજ નીચે બીજા સાત આઠ લોકો બેઠા હતા. બ્રિજ નીચે બેઠેલા લોકોએ ઉંચા અવાજે દેકારો શરૂ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ શખસો અમને જોઇને દેકારો કરીને ગાળો બોલતા હોવાનું જણાતા દેવેન્દ્ર, કુલદીપ અને અભિલવ એ શખસોને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી. એ શખસોએ કુલદીપ અને અભિલવને ધક્કો મારીને ગાળો દીધી હતી. આથી ઝઘડો કરવો હોય તો જેને બોલાવવા હોય તેને બોલાવી લેવાનું કહ્યું હતું. એ પછી કુલદીપ સહિત ત્રણેયની તેની કાર પાસે ગયા હતા. અભિલવે તેના મિત્ર યશપાલને ફોન કરીને ઝઘડાની વાત કરી હતી. યશપાલે તમારે જેની સાથે ઝઘડો થયો છે તેમાંથી એકનો ફોન આવે છે. એ મને પણ ઓળખે છે. આથી તમે કોઇ ઝઘડો કરતા નહીં. હું આવું જ છું અને તમારી વચ્ચે સમાધાન કરાવી દઉં છું. એ પછી સામે બેઠેલા શખસોએ ફરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરી એ શખસો પાસે જતાં એક શખસે છરી કાઢીને અભિલવના પડખામાં મારી દીધી હતી. આથી દેવેન્દ્ર સહિતના લોકો ભાગ્યા હતા અને તેનો પીછો કરીને કુલદીપને ઝડપી લઇને છરીના ઘા પેટ, ગળા, હાથમાં મારી દીધા હતા. એ પછી અભિલવની છાતી અને હાથમાં છરી મારી દેવામાં આવી હતી. આ દેકારો થતાં અન્ય લોકો એકત્ર થઈ જતાં હુમલાખોર સ્કોડા કાર સહિતનાં વાહનમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કુલદીપ ખવડ અને અભિલવ ખાચરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કુલદીપનું મૃત્યુ થતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. બાદમાં યશપાલે હુમલો કરનાર અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડિયા, વિજય ડાંગર સહિતના શખસો હોવાનું જણાવ્યું હતું. આ વિગતના આધારે દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાંધલે ફરિયાદ નોંધાવી હતી. ખૂન અને ખૂનની કોશિશની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં વિજય ડાંગર અને હિરેન ખેરડિયા પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. વિજય પ્રદ્યુમનનગર પોલીસ અને હિરેન ટ્રાફિક શાખામાં પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. પોલીસે એ બન્ને પોલીસમેન સહિત સાત શખસને ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો હતો પણ કોઇની ભાળ મળી ન હતી.

મૃતક કુલદીપ ખવડ બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદનાં તરઘડાગામે રહેતાં તેના મામાની દીકરી સાથે કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન લેવાના હતા. વિધવા માતાના પુત્ર અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ અભિલવ ખાચરના ત્રણ માસ પહેલા જ લગ્ન થયા છે. તે પરિવારનો એકનો એક આધાર સ્તંભ જેવો છે. જસદણના યુવાનની હત્યા અને તેના મિત્ર પર ખૂની હુમલો કરવાના બનાવ અંગે પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે લીધા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :