CIA ALERT
17. May 2024
April 7, 20211min355

માસ્ક અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ : કોરોનાથી બચવાના શ્રેષ્ઠત્તમ ઉપાય

Share On :
Print Friendly, PDF & Email

કોઈ ઓરડામાં કોવિડ-19નાં હવાનાં માધ્યમથી થતાં પ્રસારને રોકવા માટે શારીરિક અંતરથી વધુ મહત્ત્વપૂર્ણ માસ્ક અને બહેતર વેન્ટીલેશન વ્યવસ્થા પુરવાર થાય છે.

એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈપણ ખંડની અંદર હવાથી પ્રસરતા કોરોના વાયરસને રોકવામાં માસ્ક અને હવાઉજાસની ભૂમિકા ચાવીરૂપ સાબિત થાય છે. ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ પત્રિકામાં પ્રકાશિત આ સંશોધનમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સાથે એક કક્ષાનું કોમ્પ્યુટર મોડેલ તૈયાર કર્યુ હતું. ત્યારબાદ સંશોધકોએ હવાનાં પ્રવાહ અને બીમારનાં પ્રસાર સંબંધિત મોડેલ બનાવ્યું અને પછી હવાથી સંક્રમણ ફેલાવાનાં ખતરાને માપ્યો હતો.

જે વર્ગખંડનું મોડેલ બનાવવામાં આવ્યું હતું એ 709 વર્ગ ફૂટનું હતું અને તેની છતની ઉંચાઈ નવ ફૂટ રાખવામાં આવી હતી. આ મોડેલમાં કોઈપણ સંક્રમિત થઈ શકે તેવી રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓને માસ્ક લગાવીને ગોઠવવામાં આવ્યા હતાં.’ અમેરિકાની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડામાં સહાયક પ્રાધ્યાપક માઈકલ કિનજેલનાં કહેવા અનુસાર આ સંશોધન મહત્ત્વનું છે કારણ કે આમાં મકાનની ભીતરનાં વાતાવરણમાં સુરક્ષા કેવી રીતે થઈ શકે તેનું માર્ગદર્શન મળે છે. આ અધ્યયનમાં જોવા મળ્યું હતું કે, માસ્ક પહેરેલું હોય તો છ ફૂટ કરતાં ઓછા અંતરેથી પણ ખતરો ઘટી જાય છે. તેનાથી વિપરિત માસ્ક ધારણ ન કરેલું હોય તો છ ફૂટનાં અંતરથી જોખમ ઘટી જાય તેવું પણ ધારી લઈ શકાય તેમ નથી. એટલે કે શાળા સહિતનાં એવા સ્થાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય ત્યાં શારીરિક અંતર કરતાં પણ વધુ મહત્ત્વનું માસ્ક બની જાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :