CIA ALERT
05. May 2024
September 10, 20191min631

સુરતમાં આજે મહોરમ નિમિત્તે પરંપરાગત રીતે તાજીયા ઝુલુસ નીકળશે

Share On :
Print Friendly, PDF & Email

ઇસ્લામ એટલે હિજરી સનનો પહેલો મહિનો મહોરમ છે. ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.

કરબલા અત્યંત દુ:ખદ ઘટના છે. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.

ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.

સુરતમાં 300થી વધુ કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળશે

સુરતમાં દાયકાઓ જુની પરંપરા મુજબ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયા નીકળશે અને રાજમાર્ગ પર ભાગળ ખાતે પહોંચશે અને ત્યાંથી મેઇન ઝુલુસ નીકળશે એમ તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું. જે તે પોલીસ મથક વિસ્તારના તાજીયા હોલ્ડર્સને કેટલીક આચારસંહિતા અંગે જાણકારી આપીને તેનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર

દરમિયાન સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી શ્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે મોતી ટોકીઝ પાસે તાજીયા કમિટીનો એક કન્ટ્રોલ ટાવર કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષે અંદાજે 350 જેટલા તાજીયા માટે પરમિટ ઇશ્યુ કરવામાં આવી છે. જેમાં તાજીયા અને સવારી ઉપરાંત દુલદુલ તેમજ પરી અને પાણીની પરબનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજરોજ તા.10મી સપ્ટેમ્બરને મંગળવારે સાંજે 5 કલાકથી તાજીયા ઝુલુસ પૂરું થાય ત્યાં સુધી તાજીયા કમિટીના સભ્યો સેવા આપશે. આજે યવમે આશુરાના દિવસે સલાબતપુરા વિસ્તારના તીજાયા સ્થળ પરથી નીકળી મોતી ટોકીઝ પાસે ભેગા થશે. મહીધરપુરાના તાજીયાઓ મોતી ટોકીઝ પાસે ભેગા થશે. લિંબાયતના તાજીયા પણ મોતી ટોકીઝ પાસે એકત્ર થશે અને ત્યાંથી પાણીની ટાંકી થઇ રાજમાર્ગ પર મુખ્ય ઝુલુસમાં જોડાશે.

તેવી જ રીતે અઠવા પોલીસ મથકના, સચીન પોલીસ મથકના, ઉધના પોલીસ મથકના, પાંડેસરા પોલીસ મથકના, ખટોદરા પોલીસ મથક વિસ્તારના તાજીયાઓ નવસારી બજાર એકત્ર થઇ ઝુલુસ રૂપે ડી.કે.એમ. હોસ્પિટલ, એરઇન્ડિયા, કોટસફિલ રોડ થઇ ભાગળ ચાર રસ્તાથી ઝુલુસમાં જોડાશે.

ચોક પોલીસ મથક વિસ્તારના તાજીયા કાંસકીવાડ ચાર રસ્તા થઇ ગોળવાલા ચકલા, રુવાલા ટેકરા થઇ, પારસી શેરી થઇને રાજમાર્ગના મુખ્ય ઝુલુસમાં જોડાશે.

રાંદેર અને અમરોલી પોલીસ મથક વિસ્તારના તાજીયા પોતાના જ વિસ્તારોમાં નીકળશે.

સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર

તાજીયા કમિટીએ આજે મુખ્ય ઝુલુશ શાંતિપૂર્ણ રીતે અને કોમીએખલાસભર્યા માહોલમાં નીકળે એ માટે આચારસંહિતાઓ ઘડી છે, તાજીયા પરમીટ હોલ્ડરોને તેનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :