લક્ષ્મી વિલાસ બેન્કનો DBS માં વિલય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લક્ષ્મી વિલાસ બેન્ક લિમિટેડ (એલવીબી)નાં ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ(ડીબીઆઈએલ) સાથે એકીકરણની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.

થાપણદારોનાં હિતની રક્ષા અને આર્થિક અને નાણાકીય બેન્કિંગ સ્થિરતા માટે 17-11-2020નાં રોજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 4પ હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની અરજી ઉપર એલવીબી 30 દિવસનાં મોરેટોરિયમ પીરિયડમાં હતી. આની સાથોસાથ સરકાર સાથે પરામર્શ કરીને આરબીઆઈએ એલવીબીનાં બોર્ડ ઓફ ડિરેક્ટરને પણ સુપરસીડ કરીને વહીવટદારની નિયુક્તિ કરી દીધી હતી.
હિસ્સેદારો અને જાહેર જનતાનાં સૂચનો અને વાંધાઓ મગાવ્યા બાદ આરબીઆઈએ બેન્કનાં એકીકરણ માટે સરકાર સમક્ષ યોજનાને મંજૂરી અર્થે રજૂ કરી હતી. આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, બેન્કનાં કોઈ કર્મચારીની છટણી નહીં થાય. આવી ઘટનાઓને ધ્યાને રાખીને રિઝર્વ બેન્કને પણ કહેવામાં આવ્યું છે કે દોષિતોને સજા થવી જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ચાંપતી દેખરેખ રાખવી.
એલવીબીનાં ડીબીએસમાં વિલય ઉપરાંત એટીસી ટેલીકોમ ઈન્ફ્રામાં 2480 કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)ને પણ મંજૂરી આપવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
