CIA ALERT
October 23, 20181min5000

ઇથિયોપિયન યુવકના પેટમાંથી ૧૨૨ ખીલા, ૪ પિન અને કાચના ટુકડા સર્જરી કરીને કઢાયા

Share On :

૩૩ વર્ષના એક યુવક પર ઇથિયોપિયાના ડૉક્ટરોએ તાજેતરમાં સર્જરી કરી હતી

છેલ્લાં દસ વર્ષથી માનસિક બીમારી ધરાવતા ૩૩ વર્ષના એક યુવક પર ઇથિયોપિયાના ડૉક્ટરોએ તાજેતરમાં સર્જરી કરી હતી. એડિસ અબાબા શહેરની સેન્ટ પીટર્સ સ્પેશ્યલાઇઝ્ડ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ એક યુવકના જઠરમાંથી દસ સેન્ટિમીટરના ૧૨૨ ખીલા, ચાર પિન, ટૂથપિક્સ અને કાચના ટુકડા સર્જરી કરીને કાઢ્યાં હતાં. આ યુવકે બે વર્ષ પહેલાં જ માનસિક બીમારીની દવાઓ બંધ કરી હતી અને એ પછી તેનું કંઈ પણ ગળી જવાનું બંધાણ ખૂબ જ વકર્યું હતું. તે પાણી સાથે આવી ધારદાર ચીજો ગળી જતો હતો. છેલ્લાં બે વર્ષથી એ તેના પેટમાં હતી છતાં તેના જઠરમાં ચીરો કે કાણું પડવા જેવું નુકસાન નહોતું થયું. જોકે હવે આ સામાન તેના પેટમાં સડવા લાગ્યો હતો જેને કારણે પેટમાં દુખાવો થવાની ફરિયાદ સાથે તેને હૉસ્પિટલમાં લાવવામાં આવેલો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :