CIA ALERT

રમત જગત Archives - Page 43 of 43 - CIA Live

May 26, 2018
smith.jpg
1min11600

બૉલ-ટૅમ્પરિંગ કૌભાંડને કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલા અને દુનિયાભરમાં પોતે જ પોતાની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથને ૨૮મી જૂને શરૂ થનારી ગ્લોબલ ટી-ટ્વેન્ટી કૅનેડા લીગ માટેના માર્કી પ્લેયર (સંબંધિત લીગનો સૌથી વધુ જાણીતો અને સૌથી મૂલ્યવાન ખેલાડી) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એ સાથે, સ્મિથ ક્રિકેટના મેદાન પર કમબૅક કરશે.

સ્મિથ ઉપરાંત ક્રિસ ગેઇલ, આન્દ્રે રસેલ, શાહિદ આફ્રિદી, ડ્વેઇન બ્રાવો, ક્રિસ લીન, લસિથ મલિન્ગા, ડેવિડ મિલર, સુનીલ નારાયણ અને ડૅરેન સૅમીને આયોજકો દ્વારા પણ માર્કી પ્લેયર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

સ્મિથના રમવા પર ૧૨ મહિનાનો પ્રતિબંધ છે, પરંતુ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં રમવાની છૂટ આપી છે. જોકે, કૅપ્ટન બનવા બાબતમાં તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે.

છ ટીમો વચ્ચેની ગ્લોબલ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં પાંચ ટીમો કૅનેડાની હશે અને છઠ્ઠી ટીમમાં માત્ર વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ હશે. ટીમોના નામ આ મુજબ રહેશે: ટૉરન્ટો નેશનલ્સ, મૉન્ટ્રિયલ ટાઇગર્સ, ઓટાવા રૉયલ્સ, વૅનકુંવર નાઇટ્સ, વિનિપેગ હૉક્સ અને કૅરેબિયન ઑલ-સ્ટાર્સ.

May 25, 2018
ronaldo.jpg
1min12320

બ્રાઝિલિયન ફૂટબોલ સ્ટાર રોનાલ્ડિનો એક જ સમયે બે સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે આવતા ઓગસ્ટમાં રોનાલ્ડિનો તેની ફિયાન્સે પ્રિસિલા કોએલ્હો અને બિટ્રીઝ સૌઝા સાથે એકસાથે પરણવાનો છે. ૩૮ વર્ષના ફૂટબોલરે ૨૦૧૬થી બિટ્રીઝ સાથે ડેટિંગ શરૂ કર્યું હતું અને મજાની વાત એ છે કે તે વખતે પ્રિસિલા સાથે તેના સંબંધો ચાલુ હતા. પ્રિસિલા સાથે તે છેલ્લાં સાત વર્ષથી લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. પ્રિસિલા અને બિટ્રીઝ રોનાલ્ડિનો સાથે ડિસેમ્બર ૨૦૧૬થી રિયો ડી જાનેરોના તેના ઘરમાં રહે છે.

બ્રાઝિલિયન અખબાર ઓ ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે, રિયોમાં એક પ્રાઈવેટ સમારોહમાં તે બંને છોકરીઓ સાથે પરણવાનો છે. વર્લ્ડ ફૂટબોલ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ ધરાવનાર રોનાલ્ડિનોએ ગયા વર્ષે જાન્યુઆરીમાં બંનેને એકસાથે લગ્નની પ્રપોઝલ મૂકી હતી. બંનેને તેણે એંગેજમેન્ટ રિંગ પણ આપી છે. રિપોર્ટ પ્રમાણે, રોનાલ્ડિનો પ્રિસિલા અને બિટ્રીઝને એલાઉન્સરૂપે ૧૫૦૦ ડોલર પોકેટ મનીના પણ આપે છે. તાજેતરમાં તેણે બંનેને એક સરખું પરફ્યુમ પણ ગિફ્ટમાં આપ્યું હતું. બ્રાઝિલ અને દુનિયાના શ્રેષ્ઠ પ્લેયર તરીકે નામના મેળવનાર રોનાલ્ડિનો બે વાર ફિફાનો બેસ્ટ પ્લેયર જાહેર થયો છે. બ્રાઝિલ વતી તે ૯૭ મેચ રમ્યો છે અને તેણે ૩૩ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે. ૨૦૦૨નો વર્લ્ડ કપ જીતેલી બ્રાઝિલની ટીમમાં પણ તે સામેલ હતો.

May 24, 2018
kohli.jpg
1min12480

ઈજા વધશે તો ભારતીય સુકાની કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી શકે છે

ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ટીમને મોટો ફટકો પડ્યો છે. જેમાં ટીમના સુકાની વિરાટ કોહલીને સ્લિપ ડિસ્કની તકલીફ થઈ અને તબીબે તેને કાઉન્ટી ક્રિકેટમાં ન રમવાની સલાહ આપી છે. જો કોહલીની આ તકલીફ વધશે તો તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી શકે છે. જોકે બીસીસીઆઇના અધિકારીઓ આ વાતને સમર્થન આપી નથી રહ્યા. એ વાત પણ નિશ્ચિત છે કે વિરાટ કોહલી જે અગાઉના પ્લાન મુજબ ઇંગ્લિશ ક્રિકેટ કાઉન્ટીની કેટલીક મેચ રમવાનો હતો તે હવે રમવાનો નથી. આમ વિરાટ કોહલીની ફીટનેસ તેમજ સ્લીપ ડીસ્કના પ્રોબ્લેમ અંગે દેશભરમાં અને ક્રિકેટ વિશ્વમાં ખાસી ચર્ચા અને મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.

કોહલીનું કાઉન્ટી ક્રિકેટમાં ન રમવું ઈંગ્રેન્ડના પ્રશંસકો માટે નિરાશાજનક સમાચાર છે. જોકે, ખુદ કોહલી માટે આ વાત ઘણી નિરાશાજનક છે કે તે કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમી શકે. કોહલી સતત ક્રિકેટ રમે છે અને તેના કામના ભારણથી બીસીસીઆઈ પણ ચિંતિત છે. ભારત માટે આગામી 18 મહિના ઘણા મહત્વના છે જેમાં ઈંગ્લન્ડ પ્રવાસ ઉપરાંત વર્લ્ડ કપમાં પણ તેમને ભાગ લેવાનો છે.

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે તેણે સરે ટીમ સાથે કરાર પણ કર્યો હતો. જોકે, ભારતીય સુકાની છેલ્લા 12 મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યો છે જેના કારણે તેને સ્લિપ ડિસ્કની તકલીફ થઈ છે. મુંબઈના ખારમાં આવેલી હોસ્પિટલના જાણીતા ઓર્થોપેડિક સર્જને કોહલીની તકલીફનું નિદાન કર્યું છે.

કોહલી માટે આ સમસ્યા ત્યારે સામે આવી છે જ્યારે તેને કાઉન્ટી ક્રિકેટ રમવા જવાનું છે. કોહલી 2014ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં નિષ્ફળ રહ્યો હોત જેના કારણે આ વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છતા ભારતીય સુકાનીએ કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ મિરરમાં પ્રકાશિત અહેવાલ મુજબ કોહલી બુધવારે બપોરે ખાર હોસ્પિટલ ગયો હતો અને ઓર્થોપેડિક સર્જન અને તેમની ટીમે કોહલીની તપાસ કરી હતી. ડોક્ટરે કોહલીને તેની સ્પાઈન નર્વ્સમાં તકલીફ હોવાનું જણાવ્યું હતું. તેમણે તે પણ કહ્યું હતું કે જો આ મુશ્કેલી વધશે તો તે જૂલાઈમાં શરૂ થનારી ઈંગ્લેન્ડ શ્રેણીની શરૂઆતની મેચો ગુમાવી શકે છે. જોકે, ડોક્ટરે હાલની પરિસ્થિતિમાં કોહલીને કોઈ ઓપરેશનની જરૂર નથી તેમ પણ જણાવ્યું હતું.

 

May 24, 2018
modivirat.jpg
1min12000
કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક ફિટનેસ ચેલેન્જ આપવાની શરુઆત કરી હતી. રાઠોડે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નોમિનેટ કર્યો હતો. કોહલીએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને અન્ય ત્રણ લોકોને ટેગ કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે.
વિરાટ કોહલી, જેની આ સમયે વિશ્વના શ્રેષ્ઠ ફિટ ખેલાડીઓ થાય છે, તેણે વિડીયોની શરૂઆતમાં જણાવ્યું કે, મિસ્ટર રાઠોડની ચેલેન્જનો સ્વીકાર કરૂં છે. કોહલીએ આ દરમિયાન ૨૦ સ્પાઇડર પ્લેન્ક કર્યા. કોહલીએ ત્યારબાદ કહ્યું કે, હું હવે મારી પત્ની અનુષ્કા શર્મા, અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી અને મહેન્દ્ર સિંહ ધોનીને આ ચેલેન્જ આપું છું.
https://www.youtube.com/watch?v=vm7nvQXoYO0
વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા, ધોની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ચેલેન્જ આપી હતી. નરેન્દ્ર મોદીએ આ ચેલેન્જનો સ્વીકાર કરતાં ટ્વિટ કરીને લખ્યું કે, વિરાટ કોહલી તમારા ચેલેન્જનો સ્વીકાર કરૂ છું. હું ફિટનેસ ચેલેન્જનો વીડિયો ટુંક સમયમાં શેર કરીશ. જો કે અનુષ્કા શર્મા અને એમએસ ધોનીએ હજી આ વીડિયો વિષે કોઈ જવાબ નથી આપ્યો. ઉલ્લેખનીય છે કે રાજ્યવર્ધન સિંહ રાઠોરે પોતાનો વીડિયો શેર કરીને ઋતિક રોશન, સાઈના નહેવાલ અને વિરાટ કોહલીને ટેગ કર્યા હતા.
રાજ્યવર્ધન સિંહ રાઠોરે મંગળવારે પુશ અપ્સ કરી રહેલા પોતાનો એક વિડિઓ ટ્વિટ કર્યો હતો. તેમણે આ વિડિયોમાં લોકોએ તેમના ‘ફિટનેસ મંત્ર’નો એક વિડિયો શૂટ કરી વિડિયોને શેર કરવા માટે વિનંતી કરી હતી. તેમાં સ્ટાર ભારતીય ક્રિકેટર ઉપરાંત, માહિતી અને પ્રસારણ મંત્રી બોલીવૂડ એક્ટર ઋૃતિક રોશન અને બેડમિંટન પ્લેયર સાઇના નેહવાલને પણ તેમણે ટેગ કર્યાં હતા.
May 24, 2018
AB-de-Villiers.jpg
1min12740

ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરી કહ્યું- હું હવે ઘણો થાકી ગયો છું

દક્ષિણ આફ્રિકાના ટોચના બેટ્સમેન એબી ડિ વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી એકાએક સંન્યાસ લઈ લીધો છે. બુધવારે ડિ વિલિયર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, ‘આજે મે એક મોટો નિર્ણય કર્યો છે.’ આ સાથે જ તેમણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત પણ કરી હતી.

ડિ વિલિયર્સે વધુમાં કહ્યું કે, ‘હાલમાં જ અમે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ જીતી અને હવે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ક્રિકેટ છોડવાનો આ યોગ્ય સમય છે.’ વિશ્વભરમાં 360 ડિગ્રી બેટિંગ કરવા માટે જાણીતા ડિવિલિયર્સે 30 માર્ચ 2018ના છેલ્લે ઈન્ટરનેશલ ક્રિકેટ મેચ રમી હતી. જ્હોનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં તેણે (69+6) કુલ 75 રન ફટકાર્યા હતા.

પોતાના વીડિયોમાં ડિ વિલિયર્સે જણાવ્યું કે, ‘મારી ઈનિંગ્સ પૂરી થઈ, ઈમાનદારીથી કહું તો, હું ઘણો જ થાકી ગયો છું. આ મુશ્કેલ નિર્ણય હતો, મે આ અંગે લાંબા સમય સુધી વિચાર કર્યો અને હવે હું નિવૃતિ લેવા માંગુ છું, હજી ઘણું ઉમદા ક્રિકેટ રમી શકુ છું તેમ છતા હું રિટાયરમેન્ટ લઈ રહ્યો છું.’

 

પોતાના 14 વર્ષના ઈન્ટરનેશનલ કેરિયરમાં ડિવિલયર્સે 114 ટેસ્ટ મેચમાં 22 સદી સહિત 50.66ની એવરેજથી 8,765 રન ફટકાર્યા હતા. 220 વનડેમાં તેણે 53.5ની સરેરાશથી 9,577 રન કર્યા હતા. ઈન્ટરનેશનલ T20માં પણ તેનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. 78 T20 મેચમાં 10 અડધી સદી સાથે કુલ 1,672 રન ડીવિલિયર્સે બનાવ્યા છે.

2019ના વર્લ્ડ કપ પૂર્વે ડિ વિલિયર્સે અચાનક સંન્યાસ લઈ લેતા સાઉથ આફ્રિકાના વર્લ્ડ કપ મિશનને મોટો ફટકો પડ્યો છે. આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં તે દક્ષિણ આફ્રિકાની ટીમની મહત્વની રણનીતિનો હિસ્સો હોવાનું જણાઈ રહ્યું હતું.