SGCCI ને મિતીશ મોદીની કુનેહનો ફાયદો મળી શકે એમ છે : સુગર ફેક્ટરીઓ પાસે 2400 કરોડની ટેક્સ ડિમાંડ ઝીરો કરાવવામાં CA મિતીશ મોદીનો સિંહફાળો છે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા સુરતના જાણીતી સી.એ. મિતીશ મોદી આ પદના ખરા દાવેદાર એટલા માટે પણ છે કે તેમણે દક્ષિણ ગુજરાત સમેત સમગ્ર ગુજરાતની સુગર ફેક્ટરીઓ જોગ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢવામાં આવેલી કુલ રૂ.2400 કરોડની ટેક્સ ડિમાંડને છેક વડાપ્રધાન શ્રી મોદી સુધી રજૂઆતો કરીને આખરે ઝીરો કરાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ, સુગર ફેક્ટરીઓ માટે અન્યાયી ઇન્કમટેક્સના કાયદાની કલમમાં પણ આવકારદાયક સુધારો કરાવવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના આ પ્રકારે અનેક પ્રશ્નો ગૂંચવાયેલા છે ત્યારે મિતીશ મોદી જેવા પ્રતિનિધિ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી રાજ્ય સરકાર સાથે અસરકારક રીતે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેમ છે.
સી.એ. મિતીશ મોદીના સમર્થકોએ આપેલી માહિતી મુજબ સુગર ફેક્ટરીઓ ખાંડના એફ.આર.પી. કરતા વધારે ભાવ ચૂકવે તો તેના પર ઇનકમ ટેક્સ લાગૂ કરવામાં આવ્યો હતો.
2013 માં પહેલી નોટીસ સુગર ફેક્ટરીઓને મળી હતી. આ મુદ્દા પર ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓના ફેડરેશને મિતીશ મોદીને અધિકૃત રજૂઆત કર્તાનો દરજ્જો આપીને મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એ 2006-07થી 2010-11 સુધીના સમયગાળા માટે 2500 કરોડ સુધીની ટેક્સ ડિમાંડ નોટીસ કાઢી નાંખી હતી. કુલ 17 ફેક્ટરીઓને આ પ્રકારે સીધો ફાયદો મિતીશ મોદીની મુદ્દાસર રજૂઆતોને કારણે શક્ય બની શક્યો હતો. ગુજરાત સુગર ફેડરેશનને સુરતના સી.એ. મિતીશ મોદીને અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિયુક્તિ આપી છે.
એ પછી આકારણી વર્ષ 11-12, 12-13, 13-14 અને 14-15ના એસેસમેન્ટ વર્ષ માટે પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.
2014માં સુગર ફેક્ટરીઓ પર લાગૂ કરાયેલા ઇન્કમટેક્સના મુદ્દે વડાપ્રધાન શ્રી મોદીને મળેલા પ્રતિનિધિ મંડળમાં મુખ્ય રજૂઆતકર્તા બન્યા હતા મિતીશ મોદી

દક્ષિણ ગુજરાતના અનેક ઉદ્યોગ ધંધાના પડતર પ્રશ્નો પરત્વે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન સાધી નિરાકરણ લાવવામાં સી.એ. મિતીશ મોદીની ભૂમિકા નિર્ણાયક બની શકે તેમ છે
પરીણામે આ સમગ્ર મુદ્દા પર મિતીશ મોદીએ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન તૈયાર કરીને 2014માં વડાપ્રધાન શ્રી મોદીને રૂબરૂમાં નવી દિલ્હી ખાતે રજૂઆતો કરી હતી. ગુજરાતના દરેક એમ.પી.ની હાજરીમાં તેમણે રજૂઆતો કરી હતી. વડાપ્રધાન શ્રી મોદીએ રિપ્રેઝન્ટેશન સાંભળીને તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીને મુદ્દો રિફર કર્યો હતો. જેના કારણે નાણાકીય વર્ષ 15-16થી કાયદો બદલાવવાની રજૂઆતો કરવામાં આવ્યો હતો.
ઇન્કમ ટેક્સ એક્ટ 1962ની કલમ નં.36 (1) (17) કલમમાં સુધારો મિતીશ મોદીના સૂચવ્યા અનુસાર કરવામાં આવ્યો હતો.
દરેક રાજ્ય સરકારે સુગર ફેક્ટરી જે ભાવ પાડે તે ભાવ રાજ્ય સરકારે મંજૂર કરવાનો અને તેના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત રાજ્ય તરફથી સુરતના સી.એ.ની નિમણૂંક કરવામાં આવી છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
