September 19, 20182min10960

Prof. Dr. Mukesh Bhatt’s Blog : સુસાઇડ પ્રિવેન્શનઃ ક્ષણિક જાગૃતિથી જીવન બચાવી શકાય છે

Share On :

World Suicide Prevention Day
(વિશ્વભરમાં આપઘાત નિવારણ દિવસ)

મિત્રો આજે તારીખ 10મી સપ્ટેમ્બરનો દિવસ જેને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે છેલ્લાં કેટલાંક સમયથી જાણવામાં આવે છે. આપણે ક્યારેય વિચાર્યું કર્યો કે આ દિવસ ઉજવવા પાછળ કેમ આજે લોકો મજબૂર બન્યાં છે છતાં હું આજે સાથે સાથે જાગૃત બન્યાં છે એમ કહીશ જ્યારે આજે ૧૬ મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ – સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૮

World Suicide Prevention Day

????દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વભરમાં આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાય છે

????શરૂઆત????
☄વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્રારા 2003થી દર વર્ષે 10મી સપ્ટેમ્બર ના રોજ “વિશ્વ આપઘાત નિવારણ દિવસ” ઉજવવાની શરૂઆત કરાઇ હતી

2017મા 15મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાયો જેની થીમ “એક મિનિટ લઇ જીંદગી બદલશો.” મુખ્ય થીમ તરિકે પસંદ કરવામાં આવેલ હતો. જેમાં આપઘાત નુ જોખમ ધરાવતી વ્યક્તિ સાથે કરવામા આવતી આવતા ટુંકા, સહાનુભુતી પુર્વકના તેમજ કોઇપણ નિર્ણય થોપી બેસાડ્યા વિનાના વાર્તાલાપ તેમજ વ્યક્તિને પોતાની આપવીતી ચર્ચવા પ્રોત્સાહિત કરવાથી આપઘાત નુ જોખમ ઘટાડી શકાય છે.

ઉદ્દેશ

  • વિશ્વભરમાં આપઘાત નિવારણ અંગેની જાગૃતિ ફેલાવવી
  • આપઘાત માટે જવાબદાર કારણોમાથી લોકોને બહાર લાવવા અને આપઘાત કરતા રોકવા માટે વિશ્વભરમાં કાર્યક્રમો અને આયોજનો કરવામાં આવે છે
  • આપઘાત એટલે પોતાની મરજીથી પોતાના દેહનો જાતેજ ત્યાગ કરવો
  • હાલના સમયમા આપઘાત કરવાના કિસ્સા ઘણા વધી રહ્યા છે જે ઘણુ ચિંતાજનક કહેવાય
  • શ્વભરમાં દર વર્ષે આશરે 8 લાખ લોકો જેટલા મોત આપઘાતથી થાય છે જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમા નોંધાયા છે
  • વિશ્વભરમાં 15 થી 24 વર્ષના યુવાનોમા મોતનું મુખ્ય કારણ આપઘાત હોવાનુ જાણવા મળ્યુ છે
  • હાલના સમયમાં જ આપઘાત કરવા માટે મજબુર કરતી એક બ્લુ વ્હેલ નામની ગેમ પણ ચર્ચામાં છે
  • દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી ૧.૩૫ લાખ (આશરે ૧૭% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી ૨૫ ગણી વધુ હોવાની.
  • ભારતમાં છેલ્લા તીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે. (જ્યારે રોડ પર વાહન માં થતો અકસ્માત દ્વિતીય ક્રમાકે, કે અકસ્માતે ઝેર કે અન્ય ઘાતક પદાર્થોના સેવનથી થતા મૃત્યુ તૃતીય ક્રમાકે તેમજ માર-પીટ કે હુમલાથી થતા મૃત્યુ ચોથા ક્રમાકે છે.— કંઇક અંશે આ દરેક મૃત્યુના કારણૉમાં યુવાનોની માનસિક પરિસ્થિતી ભાગ ભજવતી હોય છે. જો લાગણોઓ તેમજ ગુસ્સા ને નિયંત્રિત કરવાની તાલીમ આપવામાં આવે તો તેને નિવારી શકાય છે.)
  • મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળ્યુ હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાત ના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.

♨આપઘાત માટેના મુખ્ય કારણો

????અત્યારના યુવાઓ સૌથી વધુ આત્મહત્યા કરે છે જેનુ મુખ્ય કારણ પ્રેમપ્રકરણ પણ છે
????બેરોજગારી અને નોકરી/ધંધામા મળતી નિષ્ફળતા પણ આત્મહત્યા કરવા મજબુર કરે છે
????ભણતર નુ ભાર, કૌટુંબિક સમસ્યાઓ, નાણાંકીય ભીડ, વ્યાજખોરોનો ત્રાસ પણ આપઘાત કરવા માટે જવાબદાર છે

અંગત વાત

આપઘાત કરતા પહેલા તમારા પરીવારજનોની શુ હાલત થશે એ જરા વિચારી લેજો…..
માતા પિતા અને પરિવાર ની શુ હાલત થઇ હશે છે જેને કષ્ઠ વેઠીને તમારા વાંક-ગુના હોવા છતાં હંમેશા તમારો જ પક્ષ લિધો હોય ?? જરા બે ઘડી તમારા પરીવારની તમારા ગયા પછી શુ હાલત થશે એ શાંતિથી વિચારી લેજો પછી કોઇ પગલુ ભરજો

ગુસ્સામા કે આવેશમા આવીને કોઇ ઉતાવળીયા પગલા ના ભરો…

ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપીના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીયે છીએ.

જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ??

— આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
— વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ હલ કરવામાં પુરતો રસ છે.
— વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.
— તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.
— તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
— તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
— જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
— આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.

મિત્રો
+ શુ આત્મહત્યા એજ અંતિમ પગલુ છે

+ શુ તમારી સમસ્યાનું કોઇ નિવારણ નથી કે તમારે આપઘાત કરવુ પડે

+ શુ તમે આપઘાત કર્યા પછી તમારા પરીવાર અને સ્નેહીજનો ની શુ હાલત થશે એ વિચાર્યુ????

માત્ર આપઘાત સમસ્યાનું નિવારણ નથી.. તમારી તકલીફો, સમસ્યાઓને તમારા નજીકના લોકો સામે રજુ કરો, દરેક સમસ્યાનું 100% સમાધાન મળી જ જશે

Dr. Mukesh Bhatt

Bharuch College, Bharuch

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :