139 વર્ષથી ડભોઇ- ચાણોદ વચ્ચે દોડતી નેરો ગેજ ટ્રેન કાયમ માટે બંધ
ગુજરાતના કેવડીયા ખાતે આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્ લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી હવે વડોદરાથી રાજપીપળા સુધી ઝડપી ટ્રેન દોડાવવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઇ નગરને એશિયાખંડના પ્રથમ નંબરના નેરોગેજ જંક્શનનું બિરુદની ભેટ આપનાર નેરોગેજ હવે તારીખ 25મી મેથી એક ભૂતકાળ બની ગઇ છે.
હાલ ડભોઇ-કરજણ-ચાંદોદ અને ડભોઇ-ચાંદોદ વચ્ચે દોડતી બાપુ ગાડી રેલવે તંત્ર દ્વારા ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય યાત્રાધામ ચાંદોદની ટ્રેનનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ રજવાડી શાશનથી આ રૂટ પર દોડતી આ બાપુગાડીની 139 વર્ષની આપેલી સેવા બાદ 25-5- 2018 થી ડભોઇમાંથી ગાયબ થઇ જવા પામ્યો છે.
1819માં એપ્રિલ મહિનાથી ગાયકવાડી સાશનમાં ડભોઇ-ચાંદોદનો આ નેરાગેજ ટ્રેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે આ ટ્રેકને પૂરા 139 વર્ષ થઇ ગયાં છે, ત્યારે વિકાસની દોડ દોડતા આ ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ને લઇ ને ડભોઇ પંથકમાં દોડતી બાપુગાડીઓમાં પણ પરિવર્તનનો પવન ફુંકાવવા માંડયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ રૂટને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રાજપીપળા સુધી લંબાવવાની પણ કામગીરી હાથ ધરવાના શ્રી ગણેશ થઇ ગયાં છે. આવા સંજોગોમાં રેલવે દ્વારા લેવામાં આવેલાં નિર્ણય મુજબ ટ્રેન નંબર 52019/52020 મિયાગામ કરજણ-ચાંદોદ પેસેન્જરને ડભોઇ ચાંદોદ વચ્ચે આંશિકરૂપે રદ કરવામાં આવશે. જે મિયાગામ કરજણ ડભોઇ વચ્ચે જ હાલ ચાલશે. જ્યારે ટ્રેન નંબર 52025/52026 ડભોઇ-ચાંદોદ પેસેન્જર સંપૂર્ણપણે 25મીમેના રોજથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે થઇ ગયા બાદ ગણતરીની મિનિટોમાં ડભોઇથી ચાંદોદનું અંતર તો કપાઇ જશે સાથોસાથ જો રાજપીપળા સુધીની પણ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય રેલવે ટ્રેકના કિલોમીટર મુજબ રાજપીપળા ડભોઇ વચ્ચેનું પણ અંતર ઘટશે.
વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ દોડતી રહી જેમાં 1863 માં એન્જિનની જગ્યાએ બળદો દ્વારા ગાડીઓ ખેંચાતી હતી ત્યાર બાદ સ્ટીમ એન્જિન આવ્યા જે કોલસા અને પાણીથી દોડતાં હતાં કોલસાની તંગીને પહોંચી વળવા મીની ડીઝલ એન્જિનો આવ્યા અને હવે બ્રોડગેજ થતાં મોટા ડીઝલ અને વીજળીના એન્જિનોનાં સથવારે ટ્રેનો દોડતી રહેશે. ભૂતકાળથી વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ પરિવર્તનનાં પવન સાથે દોડતી રહી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


