USA Oil Pipline પર Cyber હુમલો, બીજા દિવસે દુનિયાભરમાં ઓઇલના ભાવો વધ્યા
તા.10મી મે 2021ના રોજ અમેરિકાની ઓઇલ પાઇપલાઇન પર થયેલા સાઇબર હુમલાને કારણે અમેરીકામાં રાષ્ટ્રપતિએ ઇમરજન્સીની ઘોષણા કરી હતી એટલું જ નહીં પણ અમેરિકાની ઓઇલ પાઇપલાઇન ઠપ કરી દેવાઇ હતી. આજે તા.11મી મે 2021ના રોજ અમેરિકામાં ઓઇલ પાઇપલાઇન પર સાઇબર એટેકના બીજા દિવસે વિશ્વભરમાં ઓઇલના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો.

અમેરિકાની 8850 કિ.મી. લાંબી સૌથી મોટી તેલ પાઈપલાઈન પર સાયબર હુમલો થતાં ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ, ડીઝલની કિંમતો વધવાની ભીતિ સર્જાઈ છે.
આ પાઈપલાઈનથી દરરોજ 25 લાખ બેરલ ઈંધણ અપાય છે. ફ્યુઅલ ઓપરેટર ‘કોલોનીઅલ પાઈપલાઈન’ દ્વારા સાયબર હુમલો થયા બાદ આખું નેટવર્ક બંધ કરી દેવાયું હતું.
પાઈપલાઈનની સુવિધા ફરીથી કાર્યરત કરવા માટેની કવાયત હાથ ધરાઈ હતી.
સાયબર હુમલા બાદ સોમવારે બ્રેંટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમતોમાં તેજી આવવા માંડી હતી.
દરમ્યાન અમેરિકાએ તાકીદે એક કાયદો પસાર કર્યો છે જેના હેઠળ ઈંધણને સડક માર્ગે લઈ જવાના નિયમોમાં છૂટ અપાય છે.
ઉલ્લેખનીય છે કે કાચા તેલની કિંમતોમાં એક ડોલરની તેજી આવે તો ભારતમાં પેટ્રોલના ભાવ લિટરે 55 પૈસા, ડીઝલના ભાવ 60 પૈસા વધે છે.
આ સાયબર હુમલાની ચિંતાજનક ઘટનાનાં પગલે દુનિયાભરના દેશોમાં તેલની કિંમતોમાં બેથી ત્રણ ટકાનો વધારો આવી શકે છે તેવી ભીતિ તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.
જાણકારોના જણાવ્યાનુસાર આ હુમલા બાદ ડબ્લ્યુટીઆઈ 68 ડોલર અને બ્રેંટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
