સુરતનો ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫ મંજૂર
સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫ ને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ ૧૦૮૫ ચોરસ કિ.મી વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થશે. તેમજ આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી આપી છે. CM રૂપાણીના મોટા નિર્ણયથી આશરે 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
આ પ્લાનને મંજૂરીથી અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ એક કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના ૫૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે તેમજ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા હવે ખૂલી શકશે. કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતિજોનો પ્રારંભ થશે. આ સાથે જ સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં આવશે.
- આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
- – DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે
- અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે
- પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ખૂલશે નવી દિશા હવે ખૂલી શકશે.
- કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.
- સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નીવડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


