USA : ટ્રમ્પ દંપતી કોરોના પોઝિટિવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સવારે ડોનલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે માહિતી આપી હતી. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી અગામી થોડા દિવસો સુધી ક્વોરન્ટાઇન રહેશે.
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યાર પછી ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે પોતાની જાતને ક્વોરન્ટાઇન કર્યાં છે. નોંધનીય છે કે ડોનલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. હોપ હિક્સ ડોનલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ
ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે પ્રમુખ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે.
બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ ૧૫મી ઓક્ટોબરે યોજાવાની છે. એટલે કે માત્ર ૧૩ દિવસ બાકી છે. ક્વોરન્ટાઇન પીરિયડ ૧૪ દિવસનો હોય છે. ત્યારપછી ટેસ્ટ પણ કરવામાં આવશે. એટલા માટે આ વાતની શક્યતા ઘણી ઓછી છે કે ટ્રમ્પ બીજી ડિબેટમાં ભાગ લઈ શકે.
ટ્રમ્પ બે વખત જ સાર્વજનિક રીતે માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. ૧૨મી જુલાઈએ તેઓ વોશિંગ્ટનના વોલ્ટર રીડ મિલેટ્રી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમણે વાદળી રંગનું માસ્ક પહેર્યું હતું.
ગત અઠવાડિયે ટ્રમ્પ સુપ્રીમ કોર્ટના સ્વર્ગસ્થ જસ્ટિસ ગિન્સબર્ગને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. મેલાનિયા પણ સાથે હતી. ત્યારે બન્નેએ માસ્ક પહેર્યું હતું.
ખાનગી સેક્ટરમાં કામ કર્યા પછી આ વર્ષે હોપ હિક્સ વ્હાઈટ હાઉસ પરત આવ્યાં હતાં. અમેરિકન પ્રમુખે તેમને પોતાનાં અંગત સલાહકાર બનાવ્યાં હતાં. આ પહેલાં તેઓ વ્હાઈટ હાઉસમાં કમ્યુનિકેશન મેનેજમેન્ટનું કામ કરતાં હતાં. ટ્રમ્પના ૨૦૧૬માં પ્રમુખે કેમ્પેઇનમાં હોપ હિક્સ પ્રવક્તા હતાં.
અમેરિકામાં જ્યારે કોરોનાના ૨.૭૭ લાખ કેસ નોંધાયા છે અને ૭૪૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ હતી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માસ્ક નહીં પહેરે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ અંગે પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
