CIA ALERT
May 29, 20181min10130

60 વર્ષમાં ૧૩ કરોડની સામે 4 વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણ

Share On :

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી મે એ કહ્યું હતું કે મારી સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણોનું વિતરણ કર્યું છે. તેમાં ગરીબ મહિલાઓને ચાર કરોડ નિ:શુલ્ક એલપીજીનો પણ સમાવેશ થાય છે. તે પૈકી ૪૫ ટકા લાભ મેળવનારાઓ દલિત અને આદિવાસી છે. આથી મોટું સામાજિક પરિવર્તન આવ્યું છે.

મોદીએ પોતાની સરકારની ગરીબ તરફી ઉપલબ્ધીઓની ભારપૂર્વક ગણતરી કરાવતી વેળાએ અગાઉના શાસનોનો પણ બરાબર ઉધડો લેતાં કહ્યું હતું કે હું જ્યારે નાનો હતો તે વેળાએ સમૃદ્ધ અને વગદાર લોકોને એલપીજી જોડાણો મળી શકતા હતા. તેઓ ગરીબોને એમ કહેતા હતા કે ઘરમાં ગેસના જોડાણો હોવા અસુરક્ષિત છે. પરંતુ અમે એમ પૂછતા કે અસલામત વસ્તુ તમારે ઘેર કેમ? તો તેઓ એકદમ ચૂપ થઈ જતા હતા, એમ મોદીએ જણાવ્યું હતું.

‘ઉજ્જવલ યોજના’ અંતર્ગત નિ:શુલ્ક ગેસ જોડાણો લેનારી મહિલાઓની સાથે વિડિયો કોન્ફરન્સ મારફત વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરાજની નાગચૂડમાંથી આઝાદી મળી ત્યારથી માંડીને આજ સુધી છ દાયકામાં ૧૩ કરોડ એલપીજી જોડાણો આપવામાં આવ્યા છે તેની તુલનામાં છેલ્લા ૪ વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણો દેવામાં આવ્યા છે. વાતચીત કરનારી મહિલાઓમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગની નારીઓ પણ હતી.

મોદીએ શૈશવનાં સંભારણાં વાગોળતાં કહ્યું કે મારી માતા લાકડીઓ અને ગાયના છાણાંથી ચૂલો સળગાવી અમારે માટે ભોજન બનાવતી હતી.

આમ તો અમીરો કે પ્રભાવશાળીઓ એલપીજીના જોડાણ ઝટ મેળવી શકે છે. પરંતુ મારી સરકારે આ ઝુંબેશમાં કેન્દ્રસ્થાને ગરીબોને જ રાખ્યા છે.

દલિતો સંદર્ભે મોદીએ કહ્યું હતું કે મારી સરકારની યોજનાઓમાં દલિતોને ખૂબ લાભ મળ્યા છે.

મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેજાં હેઠળની સંયુક્ત પ્રગતિશીલ યુતિ (યુપીએ)ના શાસનકાળ વેળાએ ૨૦૧૦થી ૧૪ દરમિયાન દલિતોને ૪૪૫ પેટ્રોલ પંપ મળ્યા હતા તે પૈકી ૧૨૦૦ કરતાં વધારેને મારી સરકારના શાસનવેળાએ એટલે કે ૨૦૧૪-૧૮ દરમિયાન જ પેટ્રોલપંપ મળ્યા હતા. દલિત સમુદાય માટે ૨૦૧૦-૧૪માં ૯૦૦ થી વધારે તથા ૨૦૧૪-૧૮માં ૧૩૦૦ એલપીજી વિતરણ કેન્દ્રો હતા. ભારતના ૭૦ ટકા ગામડામાં હવે ૧૦૦ ટકા એલપીજી પહોંચ્યા છે. તેમાં ૮૧ ટકા ગામડામાં ૭૫ ટકા કરતાં વધારે પ્રમાણમાં એલપીજી છે.

તાજેતરમાં ગ્રામ સ્વરાજ્ય યોજના દરમિયાન ૧૧ લાખ લોકોને એક દિવસમાં એલપીજી જોડાણો મળ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :