ભાજપનું તાજા સ્લોગન: 2019 મેં ફિર મોદી સરકાર
‘2019 મેં ફિર મોદી સરકાર’. ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે તેનું નવું સૂત્ર તૈયાર કરી લીધું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે ચાર વર્ષ પૂરાં કરી લીધા બાદ ભાજપે હવે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે તેની સિદ્ધિઓની યાદીઓ તૈયાર કરી છે અને કેન્દ્ર દ્વારા અમલમાં મુકાતા વિકાસલક્ષી પ્રોજેક્ટો જ નહિ પરંતુ તેના ‘સ્વચ્છ ઇરાદા’ પર ફોકસ કરતાં એક નવું સૂત્ર પણ બનાવી દીધું છે. ભાજપ માને છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સામે લોકોમાં અવિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના ચાર વર્ષની ઉજવણી પ્રસંગે એક જાહેર સમારોહને સંબોધવા માટે આવતીકાલે ઓડિશાના કટક જવાના છે. પાર્ટી માને છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં કામગીરી સુધારવા પાર્ટીએ મહેનત કરવાની જરૂર છે. આ માટે જ ઓડિશાથી વડાપ્રધાનનો પ્રવાસ શરૂ થયો છે.

દિલ્હીમાં ભાજપ પ્રમુખ અને તેના વ્યૂહકાર અમિત શાહ પણ એક મીડિયા ઇવેન્ટને સંબોધશે. તેઓ ચાર વર્ષમાં પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવશે અને બીજી મુદત માટે પાર્ટીની રાહ બતાવશે. સરકારની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને આવરી લેતા એક ત્રણ મિનિટના વીડિયોમાં આ કાર્યક્રમોની સામાન્ય લોકોના જીવનને કેવી અસર થઇ છે તેના ગુણગાન ગવાયાં છે. ‘સાફ નિયત, સહી વિકાસ’ અને પંચલાઇન ‘2019 મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર હવેથી ભાજપની સભાઓમાં ગજવાશે. અગાઉ ૨૦૧૪માં ‘અબકી બાર, મોદી સરકાર’નું સૂત્ર ઘણું ગાજ્યું હતું.
સરકાર બન્યાને ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપ દેશમાં અનેક સ્થળોએ ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ‘ખુશીના પ્રસંગે’ ભાજપ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે પુન:ચૂંટણી પ્રચારની ઝુંબેશ શરૂ કરશે.જોકે, અહેવાલો કહે છે કે ચૂંટણી આવતા વર્ષના એપ્રિલથી મેને બદલે તેના સમય કરતાં વહેલી ડિસેમ્બરમાં પણ યોજાઇ શકે છે. મીડિયાના રિપોર્ટ્સ કહે છે કે ભાજપ છેલ્લાં ચાર વર્ષની સરકારની વિવિધ સિદ્ધિઓને દર્શાવતો ત્રણ મિનિટનો વીડિયો બહાર પાડશે. તે ચોથી વર્ષગાંઠે ફેરચૂંટણી માટે સૂત્ર પણ જારી કરશે. ‘૨૦૧૯ મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર ગાજે તો તેનો મતલબ એમ થયો કે બીજેપી ફરીથી મોદીને જ દેશનું સુકાન આપવા માગે છે અને તેઓ જ મુખ્ય પ્રચારક રહેશે. જોકે, હાલમાં સ્થિતિ બદલાઇ છે મોદીના ‘અચ્છે દિન’ અથવા ‘ સબકા સાથ સબકા વિકાસ’ જેવા મોદીના મોટા વચનો માત્ર સુત્રો જ રહ્યા હતા કેમ કે હાલમાં દેશ વિવિધ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


