પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્નમાં રૂ. 290 કરોડનો જંગી ખર્ચ
વિન્ડસરમાં રાજવી પરિવારમાં પ્રથમવાર એવો સૌથી આધુનિક ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ યોજાયો
બ્રિટનના રોયલ ફેમિલીના સભ્ય પ્રિન્સ હેરીના અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ સાથે શનિવારે ધામધૂમથી શાહી લગ્ન યોજાયા હતા. વિંડસર કેસલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં આયોજીત ભવ્ય સમારોહમાં લગ્નગ્રંથિએ જોડાયા હતા. ક્વિન એલિઝાબેથ સહિત 600 મહેમાનો આ જાજરમાન શાહી લગ્નના સાક્ષી બન્યા હતા. મેગન પોતાના વચનમાં પતિની આજ્ઞા માનવાનો વાયદો ના કર્યો, જ્યારે પ્રિન્સ હેરીએ શાહી પરંપરાને તોડીને લગ્નની વિંટી પહેરી હતી. ચેપલના પગથિયા પર ત્યારબાદ મેગાને તેના પતિ હેરીને પૂછ્યું, ‘શું આપણે કિસ કરીશું?’ અને હેરીએ ‘હા’ના ઉદ્ગાર સાથે જ પોતાના હોઠ મેગાનના હોઠ સાથે ભીડી દીધા હતા.
![]() |
| પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ |
મર્કેલે બ્રિટિશ ડિઝાઈનર ક્લેયર વે કેલર દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ તેમજ ક્વિન્સ મેરી ડાયમંડથી સજ્જ ટિયારા પહેર્યું હતું. શાહી લગ્ન સંપન્ન થતા હવે બન્ને યુગલ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ કહેવાશે. તેમના દાદી મહારાણી એલિઝાબેથે આ ઉપાધિ આપી હતી.
![]() |
| શાહી પરિવાર રહ્યો હાજર |
પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્નનો ખર્ચ અંદાજે રૂ. 290 કરોડથી વધુ થયો હતો.
![]() |
| આર્કબિશોપે બન્નેના લગ્નના વચનો અપાવ્યા હતા |
ક્વીન એલિઝાબેઝ દ્વિતિય દ્વારા શનિવારા આપેલું આ ટાઈટલ અત્યાર સુધીમાં માત્ર પ્રિન્સ અગસ્તસને 1801માં મળ્યું હતું. તે જ્યોર્જ તૃતિય અને ક્વીન શાર્લોટના પુત્ર હતા. અગસ્તસે દાસ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને કેથલિક તેમજ યહૂદીઓના હકની વાત રજૂ કરવા કામ કર્યું હતું. બ્રિટનના શાહી પરિવારમાં પુરૂષને ડ્યુક, માર્કી, અર્લ, વિંકાટ અને બેરન જેવા ટાઈટલ આપવામાં આવે છે.
![]() |
| ક્લૂની યુગલ વિન્ડસર કેસલમાં રોયલ વેડિંગનું બન્યું સાક્ષી |
આ ભવ્ય લગ્ન સમારંભમાં હોલિવૂડથી લઈને રમત જગતના લોકો સામેલ હતા. જાણીતી એન્કર ઓપરાહ વિનફ્રે, અભિનેતા જ્યોર્જ ક્લૂની, પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમ, તેમની પત્ની વિક્ટોરિયા બેકહમ અને અભિનેતા સર એલ્ટન જ્હોન પણ સામેલ થયા હતા.
![]() |
| યુએસ અભિનેત્રી મેગન મર્કેલ સાથે પ્રિન્સ હેરીએ કર્યા ભવ્યાતિવભવ્ય લગ્ન |
આ શાહી લગ્નમાં મેગનના પિતા નાદુરસ્ત તબિયતને લીધે હાજર રહી શક્યા નહતા.
![]() |
| લગ્ન બાદ રોયલ કપલ શાહી બગીમાં બેસીને શહેરની મુલાકાત લીધી હતી |
લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ રોયલ કપલ પરંપરા મુજબ બગીમાં બેસીને શહેર ભ્રમણ કરવા નિકળ્યું હતું.
![]() |
| બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહી હતી હાજર |
હેરી અને મેગનના લગ્ન પાછળ 293 કરોડ રૂપિયાથી વધુનો અધધધ ખર્ચ થયો હતો. લગ્નની શુભેચ્છા પાઠવવા માટે હજારો શુભચિંતકો પણ વિન્ડસર કેસલ ખાતે હાજર રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now









