ગુજરાતમાં જોઈએ એટલો દારૂ મળે છે

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે છેલ્લાં બે વર્ષમાં ૧૪૭.૭૮ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ગઈ કાલે ખુદ ગુજરાત સરકારે વિગતો જાહેર કરી હતી કે ૩,૧૩,૬૪૨ લીટર દેશી દારૂ, ૯૦,૨૨,૪૦૮ બૉટલ વિદેશી દારૂ અને ૨૦,૨૯,૯૦૮ બૉટલ બિયર પકડાયો છે. ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ લેખિતમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ વિગતો બહાર આવી હતી. કૉન્ગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી BJP સરકારના રાજમાં રોજ દારૂ ભરેલાં ૧૧ કરતાં વધુ વાહનો પકડાય છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી છેલ્લાં બે વર્ષમાં દારૂ ભરેલાં ૧૬,૦૩૩ વાહનો પકડાયાં છે. આ વાહનોમાંથી ૩,૧૩,૬૪૨ લીટર દેશી દારૂ, ૯૦,૨૨,૪૦૮ બૉટલ વિદેશી દારૂ અને ૨૦,૨૯,૯૦૮ બૉટલ બિયર પકડાયો છે. આ પકડાયેલા દારૂની કિંમત ૧,૪૭,૭૮,૭૦,૬૧૪ રૂપિયા થાય છે. અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાંથી ૯,૬૫,૧૮૦ રૂપિયાનો ૪૮,૨૫૯ લીટર દેશી દારૂ, ૨૪,૨૯,૭૨,૬૬૪ રૂપિયાની કિંમતનો ૧૦,૪૪,૭૨૪ બૉટલ વિદેશી દારૂ અને ૨,૦૩,૨૬,૧૬૬ રૂપિયાની કિંમતની ૧,૯૫,૦૯૩ બૉટલ બિયરની ઝડપાઈ હતી.
નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમથી ૩.૩૨ કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપ પર ઊભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા મંગળવારે તેમણે સ્મારકના સ્થળની મુલાકાત લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્મારકનો શિલાન્યાસ ૨૦૧૩ની ૩૧ ઑક્ટોબરે ભારતના લોખંડી પુરુષના ૧૩૮મા જન્મદિવસે કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના નિરીક્ષણ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા તૈયાર થનારા ૩૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમથી ૩.૩૨ કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપ પર ઊભું કરવામાં આવેલું આ સ્મારક ૩૧ ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવા અપેક્ષિત છે એમ ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહે જણાવ્યું હતું. પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
