આસ્થા મેનેજમેન્ટ ફોરમ દ્વારા Atmanand Saraswati Institute (SSASIT) ખાતે એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર
એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાયો
(જે દિવસે આપણા યુવાધનનાં રોલ-મોડેલ એમના શિક્ષકો બનશે તે દિવસથી નવા ભારતનું નિર્માણ શરુ થશે)
આસ્થા મેનેજમેન્ટ ફોરમ દ્વારા આપણા વિસ્તારની પ્રતિષ્ઠિત એવી Shree Swami Atmanand Saraswati Institute of Technology (SSASIT) ખાતે ગત સપ્તાહમાં કોલેજના લગભગ ૮૦ પ્રાધ્યાપકો માટે એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાયો હતો.
કાર્યશિબિરના પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં કોલેજના માનદ મંત્રી અને શહેરના નામાંકિત એડવોકેટ એવા શ્રી હેમંતભાઈ ટોપીવાલા સાહેબે નિષ્ણાત વક્તા ડૉ અનીલ સરાવગીને સ્સાસિત કેમ્પસમાં આવકારતા શિબિરમાં શામેલ પ્રોફેસર્સને શિક્ષકના વ્યવસાયની સમાજ ઘડતરમાં ભૂમિકા વિષે વાત કરી હતી અને બધા શિક્ષકોને ડૉ સરાવગીના જ્ઞાનનો લાભ લેવા અહવાહન કાર્ય હતું.
ડૉ સરાવગીએ શિબીરની શરૂઆતમાં પોતાની આગવી રસપ્રદ શૈલીમાં LEARNING PROCESS વિષે વિગતવાર છણાવટ કરી હતી . LEARNING એ એક તબક્કાવાર પ્રક્રિયા છે અને શિક્ષણ કાર્ય અસરકારક ત્યારેજ થઈ શકે જયારે શિક્ષકના માનસ માં આ તબક્કાઓ સ્પષ્ટ હોય,.
ત્યાર્ત્બાદ વર્ગખંડમાં શિક્ષકની અસરકારકતાના મહત્વ વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતુકે જેવી રીતે એક સર્જનના પરફોર્મન્સનું મૂલ્યાંકન ઓપરેશન થીએટરમાં અને ક્રિકેટરનું પિચ થતું હોય છે તેવી જ રીતે શિક્ષકનું પરફોર્મન્સ તેની વર્ગખંડની પ્રવૃતિઓ અસરકારકતાથી અંકાય છે. તેમણે શિબિરાર્થીઓને વર્ગખંડમાં અસરકારકતા માટે ૧૦ જેટલી મહત્વની ટીપ્સ આપી હતી.
ત્યારબાદ અન્ય મહત્વના ટોપિક એવા આદર્શ શિક્ષકના વ્યક્તિવ (Personality of an IDEAL TEACHER) વિષે વાત કરતા જણાવ્યું હતું કે શિક્ષકનું જીવન એવું દૈદિપ્યમાન હોવું જોઈએ કે દરેક વિદ્યાર્થીને એના જીવનમાં પોતાના શિક્ષક જેવા થવાનું ગમે. ડૉ સરવ્ગીએ પોતાનો સ્પષ્ટ અણગમો વ્યક્ત કરતા કરતા કહ્યું કે એ એક દુઃખની વાત છે આપણા વિદ્યાર્થીઓના રોલ મોડેલ શાહરુખખાન અને દીપિકા પાદુકોણ છે. જે દિવસે આપણા યુવાધનનાં રોલ-મોડેલ એમના શિક્ષકો બનશે તે દિવસથી નવા ભારતનું નિર્માણ શરુ થશે
અંતમાં કાર્યશિબિરના સહભાગી પ્રાધ્યાપકો વતી પ્રિન્સીપાલ ડૉ કે એન મીસ્ત્ર્રી સાહેબે સમગ્ર કાર્યશીબીરની વિષય-વસ્તુ ને ખૂબજ ઉપયોગી અને તરત અમલમાં લાવે શકાય તેવી જણાવી પ્રશિક્ષક ડૉ સરાવગીનો અભાર વ્યક્ત કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
