આપણને Unknown પરથી ફક્ત ફોન આવે, રાજકીય પક્ષોને Unknown પાસેથી ₹ 711 કરોડ મળે!
તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016-17માં દેશના 07 રાષ્ટ્રીય રાજકીય પક્ષોને અજાણ્યા સ્ત્રોત પાસેથી રૂ. 711 કરોડની રકમ દાનમાં મળી હતી. આવી સ્થિતિમાં સામાન્ય વ્યક્તિની મનોસ્થિતિ એ બયાં કરે છે કે સામાન્ય વ્યક્તિને અનનોન નંબર પરથી ફક્ત ફોન કોલ આવી શકે, પણ રાજકીય પક્ષ હોય તો તેને અનનોન (અજાણ્યા) લોકો પાસેથી અબજો રૂપિયાનું ફંડ મળી શકે છે.
સાતેય પક્ષોએ રૂ.20,000થી વધુ દાનમાં મળેલી રકમની જાહેરાત કર્યા પ્રમાણે એમને રૂ.589.38 કરોડ મળ્યા હતા અને સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા.
ભાજપે જાહેર કરેલી દાનની રકમ કૉંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમૂલ કૉંગ્રેસે જાહેર કરેલી રકમના સરેરાશના નવ ગણા કરતાય વધારે છે.
સાતેય પક્ષોને રૂ.589.38 કરોડ 2123 વ્યક્તિ કે સંસ્થા તરફથી રૂ.20,000થી વધુ રકમ દાનમાં આપી હતી. સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા, જ્યારે કૉંગ્રેસને રૂ. 41.90 કરોડ 599 વ્યક્તિ કે સંસ્થા તરફથી મળ્યા હતા.
બહુજન સમાજ પક્ષે એવી જાહેરાત કરી હતી કે એને વર્ષ 2016-17માં રૂ.20,000થી વધુ રકમ એકેય જણે દાનમાં નહોતી આપી.
રાષ્ટ્રીય પક્ષોને વર્ષ 2015-16માં મળેલું રૂ. 102.02 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.589.38 કરોડ થયું હતું.
આ રિપોર્ટ એડીઆર અને નેશનલ ઇલેક્શન વૉચે સંયુક્ત રીતે તૈયાર કર્યો હતો.
ભાજપને 2015-16માં મળેલું રૂ. 76.85 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.532.27 કરોડ થયું હતું.
એનસીપીને 2015-16માં મળેલું રૂ. 71 લાખનું દાન 2016-17માં વધીને રૂ.6.34 કરોડ થયું હતું.
રિપોર્ટ પ્રમાણે ટીએમસીની દાનની રકમમાં 231 ટકાનો, સીપીએમ અને કૉંગ્રેસની દાનની રકમમાં અનુક્રમે 190 ટકાનો અને 105 ટકાનો વધારો થયો હતો, પણ સીપીઆઇએ 9 ટકાનો ઘટાડો થયો હોવાની જાહેરાત કરી હતી.
ટૂંકમાં રાજકીય પક્ષોને મળેલી દાનની રકમનો એવા સમયગાળામાં જંગી વધારો થયો છે જે સમયગાળામાં એ પક્ષો ક્યાં તો પ્રાદેશિક સરકાર રચે છે અથવા જે તે રાજ્યમાં સરકારને સમર્થન કરે છે અગર તો કેન્દ્ર સરકારમાં હોય અથવા તો કેન્દ્ર સરકારને સમર્થન આપે છે. આમ સત્તામાં હોય તેવા સંજોગોમાં જ રાજકીય પક્ષોની આવકમાં જંગી ઉછાળો જોવા મળે છે. કાગડા બધે જ કાળા હોય તેમ કોઇ રાજકીય પક્ષ ફંડિંગ બાબતે વિવાદના વમળમાં ફસાયેલા જોવા મળે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
