


ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે
કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.

જયેશ બ્રહ્મભટ્ટ
સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.
અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.
એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.


(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી
કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.
આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)
જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.

રાજ્યમાં ગુરુવાર, તા.28મી માર્ચ 2019ના રોજ લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન જારી થશે. સુરતનું ચૂંટણી તંત્ર જણાવે છે કે તા.28મી માર્ચથી જ સુરત જિલ્લાના વિસ્તારોમાં કુલ 48 સ્ટેટીક સ્કવોર્ડ તેમની કામગીરી શરૂ કરી દેશે. સ્ટેટીક સ્ક્વોડનું કામ રોકડની હેરફેર પર નજર રાખવાનું છે. ચૂંટણીમાં દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર ન થાય તે માટે વાહનોનું ચેકિંગ કરવા માટે સ્ટેટીક સ્ક્વોડને કામ સોંપવામાં આવે છે.
ભૂતકાળમાં સુરત શહેર જિલ્લામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમ કરતા વધારે દારુની બાટલીઓ મળી આવવાના કિસ્સાઓ નોંધાયા હતા. દારુ પીવાના શોખીન લોકો પોતાની કારમાં જ બાટલીઓ રાખીને ફરતા હોય છે એવા અનેક નમૂનાઓ સ્ટેટીક સ્કવોર્ડના ચેકિંગમાં ઝડપાય જાય છે.
ચૂંટણી તંત્રના સૂત્રો જણાવે છે કે સુરત શહેર જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડની કુલ 48 ટીમો ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને અટકાવીને તેનું કડક ચેકીંગ કરશે. સ્ટેટીક સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ જ્યારે ચેકિંગ હાથ ધરતી હશે ત્યારે તેની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવશે.
સુરત શહેરમાં જે નાગરિકો કોઇ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા ન હોય, તેમની ગાડીમાંથી કોઇ ચૂંટણી લક્ષી સાહિત્ય ન રાખ્યું હોય, દારુ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ન રાખતા હોય તેવા લોકો કુલ રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે અવરજવર કરી શકશે. જે વ્યક્તિઓ રાજકીય પક્ષો કે ઉમેદવારો સાથે સંકળાયેલા હોય તેવા લોકો ફક્ત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર કરી શકશે.
–સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા કપાયા, ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો
જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.
તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.
કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.