CIA ALERT
18. April 2024
June 1, 20191min3290

Related Articles



ICC World Cup : પાકિસ્તાનને વેસ્ટઇન્ડિઝે આપી ધોબી પછાડ

Share On :
Print Friendly, PDF & Email

12મા વન-ડેના વર્લ્ડ કપમાં  વેસ્ટ ઇન્ડિઝે તા.31મી મે 2019ના રોજ પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ધમાકાભેર વિજયી શરૂઆત કરી હતી. પહેલાં તો કૅરેબિયન ટીમે ટૉસ જીતીને પાકિસ્તાનને બૅટિંગ આપી હતી, એના બોલરોએ સરફરાઝ એહમદના સુકાન હેઠળની ટીમને ફક્ત 105 રનમાં આઉટ કરી દીધી હતી અને પછી માત્ર 13.4 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 108 રન બનાવી લીધા હતા. 27 રનમાં ચાર વિકેટ લેનાર ફાસ્ટ બોલર ઑશેન થૉમસને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાન સતત 10 વન-ડે હારીને વર્લ્ડ કપમાં રમવા આવ્યું છે અને ગઈ કાલની હાર તેની લાગલગાટ 11મી હતી. એ સાથે, બે વખત (1975માં અને 1979માં) ચૅમ્પિયન બનેલા વેસ્ટ ઇન્ડિઝે વિશ્ર્વકપની તમામ ટીમોને સંકેત આપી દીધો હતો કે વન-ડેમાં એની ટીમ ભલે અત્યારે આઠમા નંબરે છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં એ ભલભલી ટીમને પછડાટ ખવડાવી શકે એમ છે.

પાકિસ્તાન 21.4 ઓવરમાં જે 105 રનમાં આઉટ થઈ ગયું એ વર્લ્ડ કપમાં એનો સેક્ધડ-લોએસ્ટ સ્કોર હતો. એનો લોએસ્ટ સ્કોર 74 રન છે.

વેસ્ટ ઇન્ડિઝને મૅચ-વિનિંગ 108 રનનું ટોટલ આસાનીથી અપાવવામાં ઓપનર ક્રિસ ગેઇલ (50 રન, 34 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેણે 33 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને બીજા જ બૉલમાં મોહંમદ આમિરના બૉલમાં કૅચઆઉટ થઈ ગયો હતો.

ગેઇલ પોતાને ‘યુનિવર્સ બૉસ’ તરીકે ઓળખાવે છે અને તેણે ગઈ કાલે વર્લ્ડ કપ ટુર્નામેન્ટોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો વિશ્ર્વવિક્રમ નોંધાવ્યો હતો. તેની હવે 40 સિક્સર થઈ છે જે અગાઉ વિક્રમ ધરાવનાર સાઉથ આફ્રિકાના નિવૃત્ત ખેલાડી એ. બી. ડી’વિલિયર્સના 37 છગ્ગા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :