CIA ALERT
20. April 2024
September 27, 20191min4280

Related Articles



મેડીકલ-એન્જિનિયરિંગમાં 25 ટકા મેનેજમેન્ટ ક્વોટા મળે પણ VNSGUના BBA, BCom, BCAમાં ડીંગો?

Share On :
Print Friendly, PDF & Email

DRB કોલેજે કોઇ બેંક ઉઠાડી દીધી હોય તેટલી કાગારોળ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી લીક કરવામાં આવેલી માહિતીના આધારે હાલમાં સુરતનું ધ બેસ્ટ કોલેજ કેમ્પસને એવી રીતે વગોવી દેવાયું છે જાણે કોલેજના સત્તાધીશોએ યુનિ.ની ઉપરવટ જઇને એડમિશન નહીં પણ કોઇ બેંક ઉઠાડી મૂકી હોય તેટલી કાગારોળ મચાવવામાં આવી રહી છે. હકીકતમાં નવનિર્માણ કાંઠા વિભાગ મંડળએ કરેલો આ સવિનય કાનૂન ભંગ વીર નર્મદ યુનિવર્સિટીના અન્ય પ્રાઇવેટ કોલેજ મેનેજમેન્ટ માટે સિમાચિન્હ રૂપ બની રહેશે.

બીજા ભલે કોલેજ મેનેજમેન્ટની દરકાર કરતા નથી, C.I.A. News અને શિક્ષણ સર્વદા હંમેશા ન્યુટ્રલ સ્ટેન્ડ લે છે

હકીકત એવી છે કે આ દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં આવેલી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી સમેતની વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ પ્રકારની કોલેજોના મેનેજમેન્ટને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર 25 ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે આપી છે. પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો એક ફદિયું પણ નથી આપતા. એન્જિનિયરિંગ, ફાર્મસી સમેતના અભ્યાસક્રમોમાં સંચાલકો 25 ટકા બેઠકો પર પોતાની રીતે પ્રવેશ આપે છે, મેડીકલમાં મેેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાટે ખુદ સરકારે ફી વધારી આપી છે અને મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન આપી રહી છે. તો દક્ષિણ ગુજરાત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશને શું ગુનો કર્યો

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ, બીકોમ, બીસીએ ચલાવતી કોલેજના મેનેજમેન્ટએ વર્ષો પહેલા સુરત શહેરના ઇતિહાસમાં યુનિવર્સિટીને કેન્દ્રસ્થ પ્રવેશ સમિતિ હસ્તક પ્રવેશ આપવાની મંજૂરી આપી હતી. એ પરંપરાને જ યુનિવર્સિટીએ નિયમો બનાવી દીધા. એ પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના એ સમયના હોદ્દેદારોમાં એટલી ત્રેવડ ન હતી કે પોતાના હકનું પણ યુનિવર્સિટી પાસે માંગી ન શકે.

50-100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોલેજો ઉભી કરતા મેનેજમેન્ટને એકેય બેઠક પર પ્રવેશનો હક નહીં એ ક્યાં નો ન્યાય

જે કોલેજ મેનેજમેન્ટ એક કોલેજ શરૂ કરવા માટે ઓછામાં ઓછા રૂપિયા 50થી 60 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, ડે ટુ ડે મેનેજમેન્ટ કરે, સ્ટાફને પગાર ચૂકવે, યુનિવર્સિટીના અન્ય નીતિ નિયમોનું પાલન કરે એ કોલેજને એટલો પણ હક નહીં કે એક બેઠક પર પોતાની રીતે પ્રવેશ આપી શકે દાયકા પહેલાના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના કર્તાહર્તાઓને લડતા આવડ્યું નહીં. કોલેજ મેનેજમેન્ટ સમાજમાંથી દાન લાવીને સંસ્થા ઉભી કરે, સંસ્થા ઉભી કરવા માટે દાન આપનારા દાતાઓ માટે અગાઉ સીટ રિઝર્વ રખાતી હતી. જો દાતાઓને કે મેનેજમેન્ટને એક પણ સીટ નહીં મળે તો કોઇ દાતા કે મેનેજમેન્ટ શું કામ નવી સંસ્થાઓ શરૂ કરે

આ કિસ્સામાં એકમાત્ર તાર્કિક અને મજબૂત દલીલ એ છે કે મેડીકલ, એન્જિનિયરિંગ જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં જો 25 ટકા મેનેજમેન્ટ ક્વોટા અપાતો હોય તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એમાંથી કઇ રીતે અલગ પડે.

દક્ષિણ ગુજરાત વિસ્તારની બી.એસસી., બીબીએ, બીસીએ, બીકોમની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોને મેનેજમેન્ટ ક્વોટા તરીકે એકેય સીટ નહીં આપીને ઉલ્ટાની દાદાગીરી કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પણ આ મુદ્દે બતાવવાના અને ચાવવાના દાંત અલગ જણાય આવે છે. ખુદ યુનિવર્સિટી કેટલાક અભ્યાસક્રમોમાં હાયર પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો ચલાવે છે અને તેની પ્રવેશ કાર્યવાહી અલગથી હાથ ધરે છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના સંચાલકો કેમ ધ બેસ્ટ છે

  • દોઢસોથી વધુ ટ્રસ્ટ, સંસ્થાઓ દક્ષિણ ગુજરાતમાં કોલેજ ચલાવતા હશે, એમાંથી ફક્ત 5 ટકા મંડળો એવા છે જે પ્રોફેસરોને નિયમાનુસાર પૂરેપૂરો પગાર ચૂકવી દે છે, આ પૈકીની એકનું ટોપ-ફાઇવમાં આવતું મેનેજમેન્ટ છે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ
  • દક્ષિણ ગુજરાતની બહુ જુજ કોલેજોમાં જરૂરી એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયમ કરતા વધુ પ્રમાણમાં હોય તેવી કદાચ બે પાંચ કોલેજમાં સ્થાન પામે છે નવનિર્માણ મંડળની કોલેજો. આ કોલેજની પ્રયોગશાળા, કમ્પ્યૂટર લેબ, લાઇબ્રેરી જેટલી સુવિધાજનક છે એવી બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે.

વધુ મુદ્દા લખવા બેસીશું તો કદાચ આર્ટિકલને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવું પડે. પણ આ આર્ટિકલ લખનાર એવું ચોક્કસ પણે માને છે કે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળની ડીઆરબી કોલેજે યુનિવર્સિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશો એક સવિનય કાનૂન ભંગ છે. ગાંધીજીએ પણ જે કાનૂન અન્યાયકર્તા બન્યા હતા તેની સામે સવિનય કાનૂનભંગની લડત ચલાવી હતી. નવનિર્માણ મંડળનું આ પગલું દક્ષિણ ગુજરાતના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનને ઢંઢોળશે અને કોલેજ મેનેજમેન્ટ એસોસીએશન પોતાના હકનું મેળવવા માટે યુનિવર્સિટી સામે લડત ચલાવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :