CIA ALERT
24. April 2024
July 5, 20191min2370

Related Articles



Union Budget : સામાન્ય માણસને ના ખુશી ન ગમ વાંચો : આખું બજેટ

Share On :
Print Friendly, PDF & Email
કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આજે મોદી સરકારની બીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નવું ઘર તેમજ ઈલેક્ટ્રીક કાર ખરીદનારા લોકોને લોન પર ચૂકવવા પડતા વ્યાજ પર ઈન્કમ ટેક્સની છૂટ વધારાઈ છે. પેટ્રોલ ડીઝલ પર નાણાંમંત્રીએ વધારાની એક્સાઈઝ ડ્યૂટી અને સેસ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નાણામંત્રીએ બેંક અકાઉન્ટમાંથી 1 કરોડ રુપિયાથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ કાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈનકમ ટેક્સ ભરવા માટે હવે પાનકાર્ડને બદલે આધાર કાર્ડ પણ ચાલશે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને હવે આધાર કાર્ડ આપવાનું સરકારે જણાવ્યું છે. અગાઉ NRIને 180 દિવસનો સ્ટે બતાવવો પડતો હતો, જે હવે દૂર કરી દેવાયો છે.

  • પેટ્રોલડીઝલ પર સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી અને 1 રુપિયો પ્રતિ લિટર રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ નાખવાનો પ્રસ્તાવ
  • ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 5 ટકા કરાઈ
  • 45 લાખ રુપિયા સુધીનું અફોર્ડેબલ હાઉસ ખરીદનારાને મળશે મોટી રાહત. હોમ લોનના વ્યાજ પર ઈન્કમ ટેક્સમાં મળતી છૂટ 2 લાખ રુપિયાથી વધારી 5 લાખ કરવાનો પ્રસ્તાવ. અત્યાર સુધી હોમ લોનના 2 લાખ રુપિયા સુધીના વ્યાજ પર મળે છે છૂટ, જે હવે વધારીને 3.5 લાખ કરવાનો બજેટમાં પ્રસ્તાવ.
  • બેંક અકાઉન્ટમાંથી 1 કરોડથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાવવાનો બજેટમાં પ્રસ્તાવ
  • પાન કાર્ડને બદલે હવે આધાર કાર્ડ પણ ચાલશે. જ્યાં પણ પાન કાર્ડની જરુર છે, ત્યાં આધાર કાર્ડનો નંબર આપી શકાશે.
  • કોર્પોરેટ ટેક્સ: હવે 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ 25 ટકા ટેક્સના દાયરામાં આવશે. અગાઉ આ મર્યાદા 250 કરોડ રુપિયા હતી. દેશની 3 ટકા કંપનીઓને તેનો સીધો લાભ થશે.
  • ઈલેક્ટ્રીક કાર ખરીદનારાને લોનના વ્યાજ પર દોઢ લાખ રુપિયાની ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે
  • છેલ્લા પાંચ વર્ષમાં સરકારની પ્રત્યક્ષ કરની આવક વધીને 37 લાખ કરોડ પર પહોંચી
  • આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1 લાખ કરોડ રુપિયા ઉભા કરવાનો સરકારનો ટાર્ગેટ
  • મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ઓને સરળતાથી ધીરાણ મળી રહે તે સુનિશ્ચિત કરાશે.
  • ખાતાધારકની જાણ બહાર તેના અકાઉન્ટમાં રુપિયા જમા કરાવવા અંગે નિયમ બનાવાશે.
  • સરકારી બેંકોને 70,000 કરોડ રુપિયા ઉપલબ્ધ કરાવાશે
  • ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને આધાર કાર્ડ અપાશે, હવે તેના માટે 180 દિવસના રોકાણની પણ જરુર નથી
  • જે દેશોમાં ભારતનું કોઈ ડિપ્લોમેટિક મિશન નથી, ત્યાં એલચી કચેરીઓ અને હાઈ કમિશન્શ શરુ કરાશે. 18 આફ્રિકન દેશોમાં નવા ડિપ્લોમેટિક મિશન શરુ કરાશે
  • ઉજ્જવલા યોજના હેઠળ 35 કરોડ LED બલ્બ વેચાયા, જેનાથી વાર્ષિક 18,341 કરોડ રુપિયાની બચત થઈ.
  • આ વર્ષથી રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનો પ્રોજેક્ટ શરુ કરાશે
  • ભારતને હાયર એજ્યુકેશનનું હબ બનાવાશે. ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક્સચેન્જ કાર્યક્રમ શરુ કરાશે.
  • લેબર લૉનું સરળીકરણ કરાશે, ચાર પાયાના લેબર કોડ્સ બનાવાશે
  • NRI માટે શેરબજારમાં રોકાણ કરવાના નિયમો હળવા બનાવાશે
  • ગાંધીજીની 150મી જન્મજયંતિ સુધીમાં સમગ્ર દેશને ઓપન ડેફિકેશન (ખુલ્લામાં હાજત) મુક્ત બનાવાશે. અત્યારસુધીમાં 95 ટકા શહેરો ઓપન ડેફિકેશન ફ્રી જાહેર થઈ ચૂક્યા છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં 80 લાખ ઘરો બનાવવાની મંજૂરી મળી
  • હર ઘર જલ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના તમામ ઘરોને પાણી પૂરું પડાશે. જળ મંત્રાલય લોકોને પૂરતું સ્વચ્છ પીવાનું પાણી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • 25 લાખ કિલોમીટરના રસ્તા અપગ્રેડ કરવામાં આવશે
  • PMAY ગ્રામીણ યોજના હેઠળ 2021 સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 95 કરોડ આવાસ બનાવાશે.
  • 2022 સુધીમાં તમામ ઘરોમાં વીજળી અને LPG પહોંચાડી દેવાશે
  • રેલવેમાં ઝડપથી સુધારા કરવા અને પેસેન્જરોને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ થશે: સિતારમણ
  • સરકારના તમામ પ્રયાસોમાં ગામ, ગરીબ અને ખેડૂત કેન્દ્ર સ્થાને: સિતારમણ
  • પ્રધાનમંત્રી કર્મયોગી મનધન યોજના હેઠળ વાર્ષિક 5 કરોડ રુપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા 3 કરોડ વેપારીઓ, દુકાનદારોને અપાશે પેન્શનનો લાભ.
  • વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાની દરખાસ્ત
  • 201819માં નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ. 2019માં 210 કિમીની મેટ્રો લાઈન કાર્યરત થઈ
  • રેલવેમાં 20182030 દરમિયાન 50 લાખ કરોડ રુપિયાના રોકાણની જરુર.
  • વન નેશન વન ગ્રીડ: રાજ્યોને વાજબી કિંમતે વીજળી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર કરશે કામ
  • સરકાર MSMEs માટે પેમેન્ટ પ્લેટફોર્મ ઉભું કરશે, આ પ્લેટફોર્મ પર તેઓ બિલ્સ અને પેમેન્ટની ચૂકવણી કરી શકશે
  • ભારતમાલા મહત્વકાંક્ષી પ્રોગ્રામ છે, જેનાથી દેશના માર્ગો અને હાઈવેના વિકાસમાં મદદ મળશે, જ્યારે સાગરમાલાથી બંદરોનો વિકાસ થશેઃ FM
  • ઉડાન યોજનાથી સામાન્ય વ્યક્તિને પણ એર કનેક્ટિવિટી સાથે જોડાવાની તક આપી છે. આ તમામ પ્રોગ્રામના લીધે ગામડા અને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છેઃ FM

 

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :