February 20, 20201min540

U.K. નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમ :

Share On :

ઈંગ્લીશ બોલતાં આવડતું હશે તો જ બ્રિટનના વિઝા મળશે. બ્રિટને બુધવારે નવી વિઝા વ્યવસ્થા લોન્ચ કરી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ભારત સહિત દુનિયાની સૌથી પ્રતિભાશાળી અને સૌથી ઉત્કૃષ્ટ લોકોને બ્રિટન આવવા માટે આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો ઉદ્દેશ દેશમાં આવતા સસ્તા ઓછા કુશળ શ્રમિકોની સંખ્યામાં કાપ મૂકવાનો છે. બ્રિટન યુરોપીયન સંઘ (ઈયુ)માંથી ગત મહિને બહાર આવ્યા પછી સંક્રમણ કાળના અંત પછી નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ થશે.

યુકેનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે બહુ સારું કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને બ્રિટનમાં આકર્ષવા અને યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમ જાહેર કરી હતી. તેનો અમલ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી થશે.

યુકેની વિઝા અને ઇમિગ્રૅશન સિસ્ટમનાં વડાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિઝાની નવી જોગવાઇ મુજબ યુકે કામ કરવા આવવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓને અંગ્રેજી આવડવું જોઇશે અને ‘માન્યતાપ્રાપ્ત સ્પૉન્સર’એ તેઓને કૌશલ્ય ધરાવતી નોકરીની ઑફર કરી હોવી જોઇશે. જો તેઓ આ માપદંડને લાયક હશે તો તેઓને પચાસ પૉઇન્ટ અપાશે.

બ્રિટનમાં કામ કરવા ૭૦ પૉઇન્ટ મેળવવા પડશે

નવી પોસ્ટ બ્રેક્ઝિટ પ્રણાલી કે જે ભારત જેવા યુરોપીયન સંઘ અને બીન યુરોપીયન સંઘના દેશો માટે સમાન રીતે લાગુ થશે, તે પ્રણાલી વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા, વેતન અને વ્યવસાયો માટે પોઈન્ટ પ્રદાન કરવા પર આધારિત છે, જેમાં માત્ર પૂરતા પોઈન્ટ પ્રાપ્ત કરનારા લોકોને જ વિઝા મળી શકશે. બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘આજે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. યુકેની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પ્રણાલી શરૂ કરીને લોકોની પ્રાથમિકતાઓ સુધી પહોંચી રહ્યા છીએ, જે સમગ્ર પ્રવાસન સંખ્યાને નીચે લાવશે.’

બ્રિટનના વિઝા અને ઈમિગ્રેશન પ્રણાલીના પ્રભારી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘અમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને આકર્ષિત કરીશું, અર્થવ્યવસ્થા અને આપણા સમુદાયોને પ્રોત્સાહિત કરીશું અને આ દેશની પૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરીશું.’ બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવી વિઝા પ્રણાલી બ્રેક્ઝિટની તરફેણમાં ૨૦૧૬ના જનમત સંગ્રહની સીધી પ્રતિક્રિયા છે, જેને સસ્તા પ્રવાસી શ્રમ પર દેશની નિર્ભરતાને સમાપ્ત કરવા અને સખત સુરક્ષા સાથે પ્રવાસના સમગ્ર સ્તરને ઓછો કરવા માટે એક વોટ તરીકે જોવામાં આવ્યો હતો.

યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમમાં ખાસ કૌશલ્ય, ભણતર કે લાયકાત (ક્વૉલિફિકેશન્સ), પગાર અને વ્યવસાય પર ખાસ ધ્યાન અપાશે.

ગ્લોબલ ટેલેન્ટ સ્કીમની પણ ઘોષણા કરવામાં આવી છે. જેના અનુસાર યુકેમાં ફાસ્ટ ટ્રેક વિઝા, આગામી વર્ષથી યુરોપીયન સંઘના નાગરિકો માટે પણ લાગુ થઈ શકશે, જે વધુમાં વધુ કુશળ વૈજ્ઞાનિકો અને સંશોધકોને નોકરીની ઓફર વિના બ્રિટન આવવાની અનુમતિ આપશે.

પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘નવી વિઝા પ્રણાલી અંતર્ગત કોઈ વ્યક્તિ યુકે આવવા માગે છે તો તેમને અંગ્રેજી બોલતા આવડે એ જરૂરી છે અને તેમની પાસે એપ્રુવ્ડ સ્પોન્સરની સ્કીલ્ડ જોબ માટેની ઓફર હોવી જોઈએ. જેના દ્વારા વ્યક્તિને ૫૦ પોઈન્ટ મળી શકે છે. બધુ મળીને ઈમિગ્રન્ટે ૭૦ પોઈન્ટ મેળવવા જરૂરી છે જેના પછી તે યુકેમાં કામ કરવા સક્ષમ બની શકે છે. અન્ય પોઈન્ટ્સ યોગ્યતા, ઓફર કરાયેલું વેતન અને જ્યાં અછત હોય એવા સેક્ટરમાં કામ જેવા મુદ્દે મળી શકે છે.

યુકે યુરોપિયન યુનિયનમાંથી ૨૦૨૦ની ૩૧મી જાન્યુઆરીએ નીકળી ગયું હતું અને તેનો ૧૧ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ શરૂ થયો હતો. બ્રેક્ઝિટ પછીની નવી સિસ્ટમમાં યુકે દ્વારા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને ભારત સહિતના યુરોપની બહારના અન્ય દેશોના નાગરિકોને સમાન ગણવામાં આવનાર છે. યુકેના પ્રધાનમંડળમાંના વરિષ્ઠ પ્રધાનોમાંનાં એક પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે દેશ માટે આજે ઐતિહાસિક સમય છે. હવે આપણે ત્યાં યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમના અમલથી સારું કૌશલ્ય ધરાવતા વિશ્ર્વભરના નિષ્ણાતો આવવા આકર્ષાશે અને સરેરાશ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Share On :