CIA ALERT
16. April 2024
August 13, 20181min8200

Related Articles



નાનકડા વિમાનમાં વિશ્વ સફરે નીકળેલી યુવતીઓ સાહસ યાત્રા

Share On :
Print Friendly, PDF & Email

વિશ્ર્વભ્રમણ માટે ભારતની બે યુવતીઓ ૨૨ વર્ષની આરોહી પંડિત અને ૨૪ વર્ષની કૈથર મિસ્ક્વિટ્ટા ટચૂકડાં વિમાનમાં ઉડાન ભરી દુનિયાની સફરે નીકળી પડી છે. પંજાબની પતિયાલા એવિએશન ક્લબની મેમ્બર ટચુકડાં મોટર ગ્લાઈડર ગણાતાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથે ત્રણેક માસ લાંબી સફરે નીકળી પડી છે. જેમાં તે ૪૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્રણ ખંડના એકવીસ દેશનું પરિભ્રમણ કરી ભારતમાં નવો જ વિક્રમ રચશે.

આ બંને દીકરી ભારતની સરહદ છોડીને પાકિસ્તાન જતાં પૂર્વે ત્રણેક દિવસ ભુજમાં રોકાઈ હતી અને ગત સાતમી ઑગસ્ટે ભુજથી પાકિસ્તાનના કરાચી તરફ નીકળી ગઈ હતી. ભુજ એરપોર્ટના મેનેજરના જણાવ્યા અનુસાર બને પાઇલટ્સ ટચુકડાં પ્લેન સાથે અમદાવાદથી ભુજ આવી પહોંચી હતી. જો કે, એક-બે દેશના પાસપોર્ટ-વિઝાની પ્રક્રિયામાં વિલંબ થયો હોઈ તે ત્રણેક દિવસ સુધી ભુજમાં રોકાઈ હતી. આરોહી અને કૈથરના આ મિશનને દેશના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને નેવી બ્લ્યૂ ફાઉન્ડેશને સંયુક્ત રીતે સ્પોન્સર કર્યું છે. આ મિશનને વીઇ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ નામ અપાયું છે .

ભુજ એરપોર્ટ સ્ટાફે પાકિસ્તાનની ઉડાન માટે રવાના થતાં પૂર્વે વિદાયમાન આપ્યું હતું. તો, કરાચી એરપોર્ટ પર પણ ભારતના હાઈકમિશનર અને પાકિસ્તાની સ્ટાફે બંનેનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આરોહી મરાઠીભાષી હોઈ ઍરપોર્ટ દ્વારા ખાસ તેની મદદ માટે મરાઠીભાષી સ્ટાફ તૈનાત રખાયો હતો. આરોહી અને કૈથરે જે નાનકડાં વિમાનમાં સાહસયાત્રા શરૂ કરી છે તે સિંગલ એન્જિન પ્લેનનું નામ છે માહી. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે પૃથ્વીમાતા. આ વિમાન ૮૦ હોર્સપાવરનું છે. આ વિમાન કલાકના મહત્તમ ૨૧૫ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક ટ્રીપ મહત્તમ ચાર કલાક સુધી ખેડી શકાય છે.

એવિએશન ઈન્ડસ્ટ્રીના તજજ્ઞોના જણાવ્યા મુજબ આવા પ્લેનમાં ઉડાન સંપૂર્ણપણે વાતાવરણ પર નિર્ભર રહેતી હોય છે. વિશ્ર્વભ્રમણે નીકળેલી આ સાહસવીર યુવતીઓ બર્ફિલા પહાડો, વિશાળ સમુદ્રો, બિહામણા કોતરો, બર્ફિલા ટુંડ્ર પ્રદેશ, અફાટ રણ અને ઘનઘોર જંગલોને પાર કરવાનાં આવશે. અનેક જગ્યાએ હવાનું ટર્બ્યુલન્સ નડવાની શક્યતા છે. તો માનવ વસતીવિહોણા વિસ્તારોમાં સફર ખેડતી વખતે અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

ભુજથી કરાચી બાદ હાલ આ દીકરીઓ ઈરાન પહોંચી છે. અહીંથી તે તુર્કી, સ્લોવેનીયા, ઑસ્ટ્રીયા, એટલાન્ટિક રેન્જ પાર કરી કેનેડા પહોંચશે. ત્યાંથી અમેરિકા, રશિયા, ચાઈના, મ્યાનમાર વગેરે દેશોમાં થઈ ભારત પરત ફરશે. સિંગલ એન્જિન પ્લેન સાથે વિશ્ર્વભ્રમણના ઇતિહાસમાં નવી સિદ્ધિ અંકિત કરવા કૃતનિશ્ર્ચયી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :