CIA ALERT
25. April 2024
May 29, 20191min5340

Related Articles



એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનારાઓએ કડક નિયમોની માગ કરી

Share On :
Print Friendly, PDF & Email

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :